શ્રીમદ ભાગવત દશમાર્થ ભૂમિકા - નિરોધ લીલા
निरोध :
ઔપનિષદીય સંદર્ભ:
यो वै भूमा तत् सुखं नाल्पे सुखमस्ति
भूमैव सुखं भूमा त्वेव विजिज्ञासितव्य इति
भमानं भगवो विजिज्ञास इति ||
यत्र नान्यत्पश्यति नान्यत्श्रुणोति नान्यद्विजानाति
स भूमा अथ यत्र अन्यत्पष्यतन्यद्श्रुनोतन्यद्विजानाति तदल्पं
यो वै भूमा तदमृतं यदल्पं तन्मर्त्य स भगवः कस्मिन् प्रतिष्ठित?
જે ભૂમા છે એજ સાચું સુખ છે. જે અલ્પ છે તેમાં સાચું સુખ નથી.ભુમા જ સુખ છે તેથી સાચો જીગ્યાસ્ય હોવો જોયીએ.જેને જોવા-સંભાળવા-જાણી લેવા બાદ કશું પણ અન્ય દેખાવવા, સાંભળવા, જાણવા સંભવ ન રહી જાય એને ભૂમા સમજવો જોયીએ. - પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ
सोSश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्चिता
ભગવદ ભોગ ૨ અવસ્થામાં માં થઇ શકે છે:
૧. મુક્તાવસ્થામાં થતો ભગવદ ભોગ.
૨. સંસારાવસ્થા માં થતો જીવ કૃત ભગવદ ભોગ (ફળ નિરોધ - દશામાર્થ)
ભગવાન નું ભક્ત ના અનુરૂપ સાધારણીકરણ:
यद यद्धिया त उरुगाय विभावयन्ति तत्तद्वपुः प्रणयसे सदनुग्रहाय
નિરોધ લીલા વૈકુંઠ લીલા
૧. ભક્ત ભાવાનુસાર સ્વરૂપ ધારણ (સાધન કોટી) ૧. ભગવાન ના ભાવાનુસાર ભક્ત (સાધન કોટી)
૨. પ્રપંચ દ્વારા ઘેરાઈ ને લીલા ૨. નિષ્પ્રપંચ લીલા
૩. ભક્ત ના ગુણો ના અનુરૂપ લીલા ૩. ભક્તો ની નિર્ગુણ અવસ્થા
(તામસ,રાજસ,સાત્વિક લીલા) (માત્ર નિર્ગુણ લીલા)
નિરોધ - સ્વરૂપ લક્ષણ
* न्याय शास्त्र में वर्णित आसत्ति:
लौकिक प्रत्यासत्ति, सामान्य लक्षणा प्रत्यासत्ति, ज्ञान लक्षणा प्रत्यासत्ति और योगज धर्म प्रत्यासत्ति
નિરોધ નો પ્રકાર (દશમ સ્કંધ વર્ણિત)
શ્રી બલભદ્રજી નું સ્વરૂપ
શેષ (વાસુદેવ ભગવાન ના શય્યા રૂપ) (સંકર્ષણ વ્યૂહ ના અધિભૌતિક રૂપ) + સંકર્ષણ વ્યૂહ નો આવેશ (કાલાત્મા) (દેવકીજી ના ગર્ભ માં સ્થિતિ) + વાસુદેવ વ્યૂહ નો આવેશ (શ્રી રોહિણીજી માં) = શ્રી બલભદ્રજી નું સ્વરૂપ
શ્રી પ્રભુ નું વ્યૂહ સહીત પ્રાકટ્ય
વિવિધ ભાવનાઓ
શ્રી લાલુભટ્ટજી |
શ્રી પુરુષોત્તમજી - પ્રકાશ |
લેખકાર-શ્રી વલ્લભજી |
શ્રી હરિરાયજી ની ભાવના |
મૂળ પુરુષોત્તમ નું પ્રાકટ્ય બંન્ને જગ્યાએ છે. |
મૂળ પુરુષોત્તમ નું પ્રાકટ્ય બંન્ને જગ્યાએ છે. (રાસ પંચાધ્યાયી વત અનેક સ્વરૂપો નું એક સાથે પ્રાકટ્ય) |
મૂળ પુરુષોત્તમ નું પ્રાકટ્ય બંન્ને જગ્યાએ (વસુદેવજી અને નંદરાયજી) થયું છે. |
શ્રી પ્રભુ નું દ્વીદલાત્મક સ્વરૂપ છે. ૧. લોક વેદ પ્રસિદ્ધ
- સંયોગ રસાત્મક
- વાસુદેવ,
સંકર્ષણ,
પ્રધ્યુમ્ન અને અનિરુદ્ધ વ્યૂહ સહીત
- વાસુદેવજી ના ગૃહ માં પ્રાકટ્ય
|
૪ વ્યૂહો સહીત પુરુષોત્તમ મથુરામાં જ પ્રકટ્યા. |
૪ વ્યૂહો સહીત પુરુષોત્તમ મથુરામાં પ્રકટ્યા. |
વાસુદેવ વ્યૂહ વાળા પુરુષોત્તમ તો માયા સાથે નંદરાયજી ને ત્યાં પ્રકટ થયા. |
પ્રધ્યુમ્ન વ્યૂહ નું સ્વરૂપ પ્રાકટ્ય
: "देवकी विष्णु रुपिण्यां.."
માં વર્ણિત મથુરામાં વસુદેવજી ના ગૃહ માં |
|
|
|
પુરુષોત્તમ નું પ્રાકટ્ય મથુરામાં અને વ્રજ માં એકજ સમયે શુદ્ધ અષ્ટમી એ પ્રાકટ્ય છે. |
શ્રી પ્રભુ નું સ્વરૂપ લક્ષણ અને શ્રી પ્રભુ ના સ્વરૂપ અંતર્ગત આયુધ, આભૂષણો વિ. નું સ્વરૂપ
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
પુરૂષોત્તમ સહસ્ર નામ ની સંગતિ (જન્મ પ્રકરણ)
References:
નામ |
અર્થ |
ભાગ. શ્લો. અથવા સુબોધિની. કારિકા સંગતિ |
શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામ સંગતિ |
આધુનિક પુષ્ટિ જીવો માટે કર્તવ્ય બોધ |
परब्रहमावतरणः |
અક્ષર-બ્રહ્મ થી ઉત્કૃષ્ટ જે પુરુષોત્તમ છે તેને પરબ્રહ્મ કહેવાય છે.
ભ. ગી. માં સ્વયં શ્રી કૃષ્ણે પોતાનું પરબ્રહ્મત્વ સ્વીકાર કરતાં આજ્ઞા કરી છે
“यस्मात् क्षरमतितोऽहं-अक्षराद्पि चोत्तमः|
अतोस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः||”
આ પરબ્રહ્મ
“શ્રી કૃષ્ણ"
છે.
કૃષ્ણ પદ ની વ્યાખ્યા કરતાં
“कृषिर्भुवाचकः शब्द"
આદિ પદ દ્વારા આજ પરબ્રહ્મ નું વર્ણન કરવામાં આવ્યું છે.
આ સ્કંધ માં
પરબ્રહ્મ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે અવતરેલ શ્રી કૃષ્ણ ની લીલા છે તે સ્પષ્ટ થાય છે.
(અંશ,કલા, વિ. રૂપ દ્વારા અહી અવતરણ નથી) |
સાધન અને/અથવા ફળ નિરોધ નાં અંગ રૂપે સ્વયં સાક્ષાત પર-બ્રહ્મ શ્રી કૃષ્ણ નાં અવતરણ નાં સંબંધ માં આ નામ છે. (સુબોધિની કારિકા અધ્યાય ૧ - કા. ૯ (निरोधो-अस्य-अनुशयनं प्रपञ्चे क्रीडनं हरेः|) |
આનંદાય નમઃ "आसमन्ताद् नन्दयति भक्तान् इति आनन्दः" - જે ભક્તો ને આનંદ આપનાર છે તે શ્રી વલ્લભ. આચાર્ય નું ભગવદ રૂપતા નું વર્ણન કરતા શ્રીમદ ભાગવત માં વર્ણન છે "आचार्यं मां विजानीयात्" (भाग. 11|17|27) શ્રી વલ્લભ-અષ્ટક માં "वस्तुतः कृष्ण एव||" કહ્યું છે. શ્રીમદ ભાગવત માં દશ વિધ લીલા નું વર્ણન છે તેના કરનાર શ્રીકૃષ્ણજ છે. એવી રીતે આધુનિક સમય માં શ્રી મહાપ્રભુજી ( શ્રીકૃશ્નાસ્ય રૂપ) પણ, શ્રી કૃષ્ણ માં ભક્તો નો નિરોધ કરાવવા પ્રગટ થયા છે.તેથી દશમ લીલા ના સ્કન્ધાર્થ રૂપથી પણ આપના નામો ની સંગતિ યોગ્ય જ છે.તેથીજ તો શ્રી ગુંસાઈજી આજ્ઞા કરે છે "श्री भागवत-प्रतिपद-मणिवर-भावान्षु-भूषिता मूर्तिः" આમ સંપૂર્ણ ભાગવત ના અર્થ નો બોધ કરાવવા નિબંધ,સુબોધિનીજી અને પુરુષોત્તમ-સહસ્ત્ર-નામ ગ્રંથો ની રચના કરી અને ભાગવત ના ગુઢ રહસ્યો ને ૭ પ્રકાર થી પ્રગટ કર્યા. આ શ્રી મહાપ્રભુજી ની નિરોધ લીલા છે. ભક્તો નો નિરોધ શ્રી કૃષ્ણ માં શ્રી ભાગવત ના શાસ્ત્રાર્થ અને સ્કન્ધાર્થ ને પ્રગટ કરીને સિધ્ધ કર્યો. આમ શ્રી મહાપ્રભુજી પણ આનંદ રૂપ છે. "आनन्दस्य हरेर्लीला" અને "एकार्थं सप्तधा जानन्" માં શાસ્ત્રાર્થ અને સ્કાન્ધાર્થ નો બોધ કરાવતા આપનું નામ "આનંદ" યોગ્યજ છે. આનંદ રૂપ હરિ ની લીલા નો ગુઢાર્થ પ્રગટ કરીને ભક્તો ના આનંદ નાં જનક શ્રીમહાપ્રભુજી છે. શ્રી શુકજી ને પણ આનંદ થયા નું વર્ણન "सम्यग् व्यवसिता बुद्धिस् तव" (૧ અધ્યાય ૧૫ શ્લોક) ભૂમિ,બ્રહ્માજી, દેવકીજી,વસુદેવજી ને ભગવદ પ્રાકટ્ય ના શ્રવણ/આશ્વાસન થી આનંદ પ્રગટ થયો. તે આનંદ ના દાન કરનાર પણ શ્રીકૃષ્ણ જ છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણ માં આ નામ ની સંગતિ યોગ્યજ છે. |
જેવી રીતે લીલા માં ભગવદ પ્રાગટ્ય ના અંગ રૂપે ૧.પ્રાગટ્ય હેતુ ૨. ઉદ્યમ ૩. રૂપાંતર સ્વીકૃતિ ૪. નાટન નું વર્ણન જન્મ પ્રકરણ માં ૪ અધ્યાય ના રૂપે થયું છે, તેવી રીતે આધુનિક સમય માં પણ પ્રભુ નો પુષ્ટિ જીવો ના સ્વ-ગૃહ માં પ્રર્દુર્ભાવ ના અંગ રૂપે પણ ૪ પ્રકાર ની લીલા છે. આ જન્મ પ્રકરણ બીજ ભાવ - વરણ રૂપ છે. પ્રભુ ની લીલા ત્રિવિધ છે. (તામસ, રાજસ અને સાત્વિક). તેમ આધુનિક પુષ્ટિ જીવો પણ ત્રિવિધ છ. લીલા માં પ્રભુન નો ભક્તિયોગ વિતાનાર્થ પ્રાકટ્ય છે, તેવી રીતે આધુનિક સમય માં પણ પુષ્ટિ જીવો ના સ્વ-ગૃહ માં ભક્તિયોગ દાનાર્થ પ્રાકટ્ય છે. અવતાર કાલ માં પરંતુ પ્રભુ સ્વયમ ભક્તિ સિદ્ધ કરી દે છે, આધુનિક સમય માં તો જીવે નિવેદન, સમર્પણ, કૃષ્ણ-સેવા અને ભક્તિ રૂપી સાધના થી સિદ્ધ થશે. ૧. પ્રભુ ના પ્રાકટ્ય નો હેતુ છે ભક્તો ના ત્રિવિધ દુઃખ - આધુનિક સમય માં પણ પુષ્ટિ જીવો ના ભગવદ પ્રાપ્તિ નો વિરહ/દુઃખ પુરુષોત્તમ આવિર્ભાવ નો અંગ છે. આધુનિક પુષ્ટિ જીવ પણ પરીક્ષિત છે. પુષ્ટિ જીવ ને ભગવદ પ્રાપ્તિ ના વિરહ ના કારણે થતા પ્રશ્નો (સ્થાયી રુચિ, જીજ્ઞાસા, દુઃખ), પરીક્ષિત જી નાં ૧ અધ્યાય માં પ્રશ્નો રૂપ છે. પુષ્ટિ જીવો ને બ્રહ્મસંબંધ ના અધિકારી હોવાના લક્ષણો નું વર્ણન કરતા શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે "ताद्रशत्वं च-उत्कट-भजन-आदर-जनिकया गुरुशुश्रूषया तदनुकूलप्रश्न मार्गरुचि वेश भाषा आचारैश्चावधारण्यं" - જીવો ની તાદ્રશીતા, ભજન કરવા ની ઉત્કટ ભાવના, ગુરુસેવા પારાયણ, મન માં ઉઠતા અલૌકિક પ્રશ્નો, માર્ગ પ્રત્યે રુચિ, વેશ, ભાષા અને આચરણ દ્વારા આધિકાર નો નિર્ણય કરવો જોયીએ. આમ પ્રભુ ના પ્રાકટ્ય નાં હેતુ રૂપ (બ્રહ્મસંબંધ અને પુરષોત્તમ-પ્રર્દુર્ભાવ નાં અધિકાર) રૂપ છે.
|
केशवः |
केश+व = केशव- “જેઓ સુંદર કેશ વાળા છે” તે કેશવ. “यस्मात्त्वयैव दुष्टात्मा हतः केशी जनार्दन | तस्मात् केशव नाम्ना त्वं लोके ज्ञेयो भविष्यसि||” - પ્રમાણે જે કેશી દૈત્ય નાં હરણ કરનાર છે તે પણ કેશવ. “को ब्रह्मेति समाख्यात ईश अहं सर्व देहिनाम्” - કેશવ શબ્દ દ્વારા શક્તિ એમ પણ અર્થ થાય છે. જે બ્રહ્મા, શિવ આદિ કરતાં સર્વ શક્તિમાન છે તે કેશવ. અહિયાં પરબ્રહ્મ રીે કૃષ્ણ નું અવતરણ પોતાની આજ દિવ્ય શક્તિઓ સાથે પ્રપંચ માં ભક્તિ વિતાનાર્થ પ્રાકટ્ય છે તે જણાવવા અર્થે આ નામ છે. |
(સુબોધિની કા. ૯) આ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પોતાની દુર્વિભાવ્ય શક્તિઓ (દ્વાદશ શક્તિઓ) સહિત પ્રપંચ માં ક્રીડા કરવા અવતરે છે. કેશવ નામ આ સંદર્ભ માં અનુરૂપ જ છે. ઉપર નાં નામો થી સ્ક્ન્ધાર્થ “નિરોધ લીલા" છે તે સ્પષ્ટ જ છે. |
||
क्लेश-नाशनः |
ભૂમિ આદિ ભક્તો નાં ત્રિવિધ ક્લેશો નાં નાશ કરના |
નિરોધ નાં અંગ રૂપે પ્રભુ નો જન્મ છે અને જન્મ નાં અંગ રૂપે ભક્તો નાં દુઃખ છે. આ દુઃખો ત્રણ પ્રકાર નાં છે (અધિભૌતિક, અધ્યાત્મિક, અને આધિદૈવિક). આ સર્વ પ્રકાર નાં ક્લેશો ને હરણ કરવા વાળા સ્વયમ પ્રભુજ છે. (સુબોધિની. કા. ૨૪-૨૫, ૩૨-૩૪) |
||
भूमि-भारावतरणो |
ભૂમિ નાં ભાર ને હરવા અવતરેલા |
ભૂમિ પણ ભક્ત છે. તેથી ભૂમિ નું જે દુઃખ (દુષ્ટ રાજાઓનું ભૂમિ પર જન્મ અને દુષ્ટ કર્મો રૂપી ભાર) છે તેને હરવા અવતરેલા પણ સ્વયમ પ્રભુ જ છે. |
||
भक्तार्था-अखिल-मानसः |
ભક્તો નાં અર્થ માં (ઉદ્દેશ્ય, પ્રયોજન) માં સંપૂર્ણ મન વાળા. ભક્તો નાં અર્થે સર્વ ભક્ત વિરોધીયોના (દુર્યોધન વિ.) નાં માન આદિ ને હરણ કરવા વાળા. |
|
||
सर्व-भक्त-निरोधात्मा |
સર્વ ભક્તો નો નિરોધ કરવામાં છે જેમનું ચિત્ત તે |
સ્કાન્ધાર્થ રૂપ (સુબોધિની કા. ૯) સર્વ ભક્તો માં તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ એમ સર્વે ભક્તો નો પોતાનામાં નિરોધ કરવામાં શ્રી પ્રભુ જ કારણ રૂપ છે. |
||
लीला-अनन्त-निरोध-कृत |
અગણિત લીલાઓ દ્વારા પ્રપંચ ને ભુલાવી વિનોદ કરનાર. |
ઉપર ના નિરોધ કરવામાં પ્રકાર છે અનંત લીલાઓ. રસાત્મક લીલાઓ દ્વારા ભક્તો નાં પ્રપંચ ને ભુલાવીને પોતાની અનંત લીલાઓ દ્વારા પોતાનામાં નિરુદ્ધ કરનાર સ્વયં પ્રભુજ છે. |
||
भुमिष्ठ-परमानन्दो |
ભૂમિ પર સ્થિત ભક્તો ને પરમાનંદ નું દાન કરનાર. |
ઉપર જણાવેલ લીલાઓ છે તેની સ્થળી ક્યા છે? તેને જણાવવા આ નામ કહે છે. ભાગ. અધ્યાય ૧ શ્લોક ૨૮-૨૯ (मथुरा भगवान यत्र नित्यं सन्निहितो हरि |
||
देवकी-शुद्धि-कारणं |
દેવૈકીજી નાં શુધ્ધિ રૂપ જે વિવાહ સંસ્કાર છે તેનાં કારણ રૂપ. |
ભક્તો નાં અતિશય દુઃખ દ્વારા ભગવદ પ્રાકટ્ય થાય છે. તે દુઃખ નાં દાતા પણ સ્વયં ભગવાન જ છે. દેવકીજી નાં વિવાહ પ્રસંગ માં ગૃહ પ્રવેશ સમયે આકાશવાણી નાં નિમિત્ત દ્વારા દેવકીજી ને દુઃખ નું દાન પણ સ્વયં પ્રભુ જ છે. વળી, “देवक्यां विष्णुरुपिन्यां” એ ભાગવત ના શ્લોક (અધ્યાય ૩) નાં અનુસાર પણ પોતાના સ્વરૂપ દ્વારા પણ દેવકીજી ની શુદ્ધિ કહી છે |
||
वसुदेव-ज्ञान-निष्ठ-सम-जीव-निवारकः |
વસુદેવ નો અર્થ - શુદ્ધ સત્ત્વાત્મક છે. (“सत्त्वं विशुद्धं वसुदेव संज्ञितम|”) |
વસુદેવજી માં વાસુદેવ વ્યૂહ દ્વારા જ્ઞાન રૂપેણ સ્થિત થઇ ને કંસ ને પોતાના પુત્રો આપવા રૂપ જે સમ્યક જ્ઞાન સિદ્ધ થયું, તે જ્ઞાન નાં કારણ રૂપ અને વસુદેવજી ના ષટ પુત્રો ને અજન માનવાનો જે કંસ નો સંદેહ હતો તેને દુર કરવા વાળા સ્વયં ભગવાન જ છે.કંસે વસુદેવજી નાં ૬ પુત્રો ને હણ્યા તેના કારણ રૂપ પણ શ્રી પ્રભુજ છે. |
||
सर्व-वैराग्य-करण--स्व-लीलाधार-शोधकः |
વિષયો માંથી વૈરાગ્ય પેદા કરનાર પોતાની લીલાના આધાર (દેવકીજી) ની શુદ્ધિ કરના |
માયા ને આજ્ઞા આપીને પોતાની લીલાધાર રૂપ વ્રજ ભૂમિ માં જઈ લીલા સામગ્રી ને સિધ્ધ (શુદ્ધિ) કરવા રૂપ પણ આપ પ્રભુજ છો. (ભાગ. અધ્યાય ૨ શ્લોક ૪-૫) |
પરમ-આનંદાય નમઃ દ્વિતિય અધ્યાર્થ બોધક નામ શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ ના સેવા નાં દાન કરવાવાળા છે. તેથી આપની આનંદ રૂપતા સ્પષ્ટ છે. શ્રી મહાપ્રભુજી માત્ર શ્રી કૃષ્ણ ના સંયોગ ના જ દાતા નથી પરંતુ શ્રી કૃષ્ણ ના વિરહ નાં પણ દાતા છે તેમ "પરમ-આનંદ" નામ યોગ્ય જ છે. આ નામ દ્વિતિય અધ્યાય ના અર્થ રૂપ છે. પ્રભુ પક્ષ માં યોગ માયા ને પ્રભુ ની આજ્ઞા (गच्छ देवि व्रजं भद्रे) થી અતિ આનંદ પ્રગટ થયો. શ્રી વસુદેવજી ને પણ ભગવાન ના અંશ રૂપતા થી આવેશ દ્વારા પણ પરમાનંદ પ્રગટ થયો (आविवेश-अन्श भागेन). શ્રી દેવકીજી ને પણ પ્રભુ ની ગર્ભસ્થિતિ દ્વારા પરમાનંદ થયો. બ્રહ્મા, આદિ દેવો પણ ભગવાન નાં ગર્ભ સ્થિતિ ના સમયે સ્તુતિ કરી તે પણ તેઓ માટે પરમાનંદ રૂપ જ છે.
|
દ્વિતિય અધ્યાય અર્થ છે પ્રભુ નો પ્રકટ્ય માટે ઉદ્યમ. જેમ લીલા માં પ્રભુ દ્વારા સ્વયમ ના પ્રકટ્ય નો ઉદ્યમ સ્વયમ જ સિદ્ધ કર્યો તેમ પરંતુ આધુનિક જીવો ને પ્રભુ ના પ્રાકટ્ય નો ઉદ્યમ સ્વયમ પોતાના રુચિ, ભાવ, નિવેદન, સમર્પણ, શરણાગતિ દ્વારા કરવાનો છે. શ્રી ગુરુદેવ ના આજ્ઞા પ્રમાણે સમર્પિત થયી ને પ્રભુ ને પધરાવવાની વિનંતી રૂપ ઉદ્યમ કરવો પડશે. લીલા માં દેવકીજી અને વસુદેવજી ને કંસે સાંકળે થી કારાગૃહ માં બાંધ્યા. આધુનિક પુષ્ટિ જીવો પણ પોતાના કારાગૃહ રૂપ ગૃહ માં પોતાની અહંતા મમતા રૂપી સાંકળો થી બંધાયેલા છે. કંસા એટલે કાલ નેમી (કલિકાલ). જો શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા નું યથાર્થ પાલન નહિ કરીએ તો કંસ રૂપી કલિકાલ આપણને અહંતા મમતા રૂપી સાંકળો માં બાંધી દેશે. પ્રભુ ના સ્વ-ગૃહ માં પધારવાથી જ તે સાંકળો ખુલશે. જ્યારે આપણે પોતાની અહંતા અને પોતાની મમતા નો વિનિયોગ સ્વ-ગૃહે બિરાજતા પ્રભુ ની કરીશું ત્યારેજ આ સાંકળો ખુલશે.
|
माया-ज्ञापन-कर्ता |
યોગ માયા ને આજ્ઞા કરનાર |
ભાગ. અધ્યાય ૨ શ્લોક ૭-૧૨ (गच्छ देवि व्रजं भद्रे …) |
||
शेष-संभार-संभृतिः |
બાકી રહેલ સામગ્રી ને સંપૂર્ણ કરનાર. |
ભાગ. અધ્યાય ૨ શ્લોક ૧૫ માં વર્ણિત અનંત શેષજી ને દેવકીજી ના ગર્ભ માંથી કર્ષણ કરી રોહીનીજી માં સ્થાપિત કર્યા. બલભદ્રજી પણ લીલા ના સામગ્રી રૂપ છે. |
||
भक्त-क्लेश-परिज्ञाता |
ભક્તો ના દુઃખો નાસંપૂર્ણ જ્ઞાતા |
ભાગ. અધ્યાય ૨ શ્લોક ૭-૧૫ |
||
तन्निवारण-तत्परः |
ભક્તજનો ના ક્લેશોને દુર કરવામાં તૈયાર. |
ભાગ. અધ્યાય ૨ શ્લોક ૭-૧૫ |
||
आविष्ट-वसुदेवान्शः |
આપનો અંશ વસુદેવજી માં પ્રવેશેલ છે. |
પ્રધ્યુમ્નાંશ નો પ્રવેશ વસુદેવજી ના મન માં પ્રવેશ નાં કારણ રૂપ પણ પ્રભુ જ છે. (आविवेशान्शभागेन मन आनकदुन्दुभे:) |
||
देवकी-गर्भ-भूषणं |
દેવકીજી ના ગર્ભ ના ભૂષણ |
વૈદ્ય દીક્ષા ના પ્રકારથી વસુદેવજી એ દેવકીજી માં પ્રભુ ને પધરાવ્યા. તેનું નિરૂપણ ભાગ. અધ્યાય ૨ શ્લોક ૧૮. |
||
पूर्ण-तेजो-मयः |
પૂર્ણ તેજ ના ભંડાર |
ભાગ. અધ્યાય ૨ શ્લોક ૨૦ |
||
पूर्णः |
અખંડિત ઐશ્વર્યપૂર્ણ |
ભાગ. અધ્યાય ૨ શ્લોક ૧૮ માં વર્ણિત “काष्ठा यथा आनन्द्करं मनस्त” |
||
कंसाधृष्य-प्रतापवान् |
કંસ થી સહન ના થઇ શકે તેવા પ્રભાવવાળા |
ભાગ. અધ્યાય ૨ શ્લોક ૨૧ માં વર્ણિત કંસ નું દેવકીજી ની પ્રભા ને સહન ન કરવા રૂપ અને ત્યાર પછી વિચાર કરવો તે શ્લોક ૨૧ માં વર્ણિત છે. ભાગ. શ્લોક ૨૧ - ‘किमद्य तस्मिन कर्नियमाषु” |
||
विवेक-ज्ञान-दाता |
કંસ ને વિવેક અને જ્ઞાન ના આપના |
કંસ ના સત્-અસત્ રૂપી વિવેક ના કારણ રૂપ પણ પ્રભુ જ છે. મહાન અસુર હોવા છતા ભગવાન નાં સન્નીધાન ના પ્રતાપ નાં કારણેજ કંસ માં આ વિવેક પ્રગટ્યો. આ વિવેક નું વર્ણન ભાગ. અધ્યાય ૨ શ્લોક ૨૨-૨૩ માં છે. |
||
ब्रह्माध्यखिल-संस्तुतः |
બ્રહ્મા આદિ સમગ્ર દેવો થી સ્તુતિ કરાયેલા |
બ્રહ્માજી વિગેરે દેવો પૂર્ણ પુરુષોત્તમ ની સ્તુતિ કરવા તત્પર થયા. તેનું વર્ણન ભાગ. અધ્યાય ૨ શ્લોક ૨૫ માં છે. |
||
सत्यो |
સત્ય સ્વરૂપ |
દેવો નું પ્રમાણ સત્ય છે અને તેવા સત્ય સ્વરૂપ ભગવાન ની સ્તુતિ નું વર્ણન ભાગ. અધ્યાય ૨ શ્લોક ૨૬ માં છે. |
||
जगत्कल्पतरुः |
જડ-ચેતન જગત ના કલ્પતરુ |
પ્રમેય સ્વરૂપ ભગવાન ની સ્તુતિ કરતા ભાગ. અધ્યાય ૨ શ્લોક ૨૭ માં પ્રભુ ને સર્વ જડ-ચેતન જગત ના કલ્પતરુ રૂપથી સ્તુતિ કરે છે. |
||
नाना-रूप-विमोहनः |
બ્રહ્મા વગેરે દેવોને મોહ પમાડનાર |
સાધન રૂપ ભગવાન નું નિરૂપણ આ ભાગ. અધ્યાય ૨ શ્લોક ૨૮ માં કરવામાં આવ્યું છે. રજ, સત્વ અને તમ રૂપ જે પ્રાકૃતિક ગુણો દ્વારા મોહ પમાડનાર પણ પ્રભુજ છે. |
||
भक्तिमार्ग-प्रतिष्ठाता |
ભક્તિમાર્ગ ના વિશેષ પ્રકારે સ્થાપક |
ફળ રૂપ પ્રભુનું વર્ણન ત્રણ શ્લોકો થી કરવામાં આવ્યું છે. તે ફળ કર્મ, જ્ઞાન અને ભક્તિ રૂપ થી વિવિધ છે. તે સર્વ માં ભક્તિ ને વિશેષ પ્રકાર થી સ્થાપન કરવાવાળા છો. આ વર્ણન ભાગ. અધ્યાય ૨ શ્લોક ૨૯-૩૦-૩૧ માં વર્ણિત છે. |
||
विद्वन-मोह-प्रवर्तकः |
વિદ્વાનોને પણ મોહ પમાડનાર |
જેઓ ભક્તિ રહિત કેવળ જ્ઞાન નિષ્ઠ છે તેવા વિદ્વાનોને મોહ પમાડનાર પણ પ્રભુ જ છે. “ये अरविन्दाक्ष्..” |
||
मूल-काल-गुण-द्रष्टा |
આધાર ભૂત મૂળ કાલ ના ગુણોના દ્રષ્ટા સર્વ ના મૂળ (શ્રી કૃષ્ણ )ના જન્મ કાલ ના ગુણો ના પ્રેરક |
ભાગ. અધ્યાય ૩ શ્લોક ૧ માં વર્ણિત આધિદૈવિક કાલ ના ગુણો નો વર્ણન છે. તેવા કાલ ના મૂળ પ્રેરક પણ સ્વયં પ્રભુજ છે. |
શ્રી કૃષ્ણ-આસ્ય તૃતીય અધ્યાય બોધક કૃશ્નાસ્ય - શ્રી કૃષ્ણ નાં મુખ રૂપ. જેવી રીતે સર્વ અંગો માં મુખ પ્રધાન હોય છે, તેમ સર્વ કાલ માં પ્રભુ જન્મ સમય આધિદૈવિક કાલ પણ પ્રધાન છે. સર્વ અવતારો માં કૃષ્ણાવતાર પ્રધાન છે. સ્તુતિ માં વસુદેવ દ્વારા સ્તુતિ પ્રધાન છે. પ્રાર્થના માં દેવકીજી ની પ્રાર્થના પ્રધાન છે. સર્વ વાક્યો માં પ્રભુ વાક્યો પ્રધાન છે. લીલાઓ માં પ્રભુ ના પ્રાકૃત સ્વરૂપ ધારણ કરવા રૂપ પ્રધાન છે. શ્રી મહાપ્રભુજી પણ સર્વ ભક્તિ માર્ગાચાર્યો માં પ્રધાન છે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત નિર્ગુણ ભક્તિમાર્ગ સર્વ ભક્તિમાર્ગો માં પ્રધાન છે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રદત્ત શ્રી કૃષ્ણ સેવા, અને સર્વાત્મ-ભાવ રૂપ ફળ પણ સર્વ ફળો માં પ્રધાન છે. શ્રી મહાપ્રભુજી દ્વારા વેદ આદિ શાસ્ત્રોનું તાત્પર્ય "સાકાર-બ્રહ્મવાદ" પણ સર્વ તાત્પર્યો માં પ્રધાન છે. |
તૃતીય અધ્યાયાર્થ - રૂપાંતર સ્વીકાર લીલા માં પ્રભુ એ પોતાના પ્રકટ્ય થી દેવકીજી અને વસુદેવજી ને આનંદ નું દાન કર્યું અને પોતે લીલાનુંકુલ પ્રાકૃત સ્વરૂપ સ્વીકાર્યું. આધુનિક જીવો જ્યારે પ્રભુ ને સ્વ-ગૃહે પધરાવે છે અને પોતાની અહંતા અને મમતા નો વિનિયોગ પ્રભુ સેવા માં સ્વ-ગૃહે કરે છે ત્યારે સ્વયમ પ્રભુ પણ જીવ ના સ્વભાવ અનુસાર અનુભાવ પ્રકટ કરે છે. આજ પ્રભુ નું રૂપાંતર સ્વીકાર છે. પ્રભુ ના પ્રાકટ્ય થી દેવકીજી અને વસુદેવજી ની સાંકળો ખુલી તેમ અહિયા પણ પ્રભુ ના સ્વ-ગૃહે પ્રાકટ્ય થી અહંતા મમતા શુદ્ધ થશે. લીલા માં ઠાકુરજી ના પ્રકટ્યા ના સાથે માયા પણ પ્રગટી. માયા નંદરાયજી ને ત્યાં પ્રગટી. વસુદેવજી આ માયા ને ઠાકુરજી ના બદલામાં લાવ્યા. સેવા માં પણ આવુંજ થઇ છે. જે ગુરુદેવ જી છે તેઓ વસુદેવજી રૂપ છે. આધુનિક પુષ્ટિ જીવ નંદરાયજી વત છે. જ્યારે ગુરુદેવજી પુષ્ટિ જીવ ને પ્રભુ પધરાવી આપે છે ત્યારે પુષ્ટિ જીવ નો પરિવાર નંદરાયજી વત થયી જાય છે. |
नयनानन्द-भाजनम् |
પોતાના પ્રાકટ્ય થી વસુદેવજી ના અને દર્શન કરનારા સર્વેના નયનોના આનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણ |
વ્યૂહ સહીત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ના પ્રાકટ્ય થી વસુદેવજી ના અને દર્શન કરનારા સર્વેના નયનોના આનંદ સ્વરૂપ. ભાગ. અધ્યાય ૩ શ્લોક ૫-૧૦ માં પ્રભુ ના આવિર્ભાવ નું વર્ણન છે. શ્લોક ૧૧ માં આવા આનંદ નું વર્ણન છે. |
||
वसुदेव-सुखाब्धिष्च |
વસુદેવજી ના સુખ ના ભંડાર |
પ્રભુ ના પ્રાકટ્ય ના કારણે વસુદેવજી ને હર્ષ થયો અને તેનું વર્ણન ભાગ. અધ્યાય ૩ શ્લોક ૧૧ માં છે. વસુદેવજી એ આનંદ થી સ્નાન કરી અને બ્રાહ્મણો ને દાન આપવાનો સંકલ્પ કર્યો. |
||
देवकी-नयनामृतं |
દેવકીજીના નેત્રોના અમૃત સ્વરૂપ પ્રભુ |
દેવીકીજી ના નયનો ને અમૃત રૂપ સુધા દ્વારા શીતળતા(પોતાના પ્રકટ્ય દ્વારા) પ્રદાન કરવાવાળા. ભાગ. અધ્યાય ૩ શ્લોક ૨૩ “अथैनमात्मजं वीक्ष्य …” |
||
पितृ-मातृ-स्तुतः |
પિતા અને માતા થી જન્મ સમયે સ્તુતિ કરાયેલા |
ભાગ. અધ્યાય ૩ શ્લોક ૧૩-૨૨ માં વાસુદેવજી દ્વારા પ્રભુ ની સ્તુતિ છે. |
||
पूर्व-सर्व-वृत्तान्त-बोधकः |
પૂર્વજન્મના સંપૂર્ણ વૃત્તાંત ના બોધક |
ભાગ. અધ્યાય ૩ શ્લોક ૩૨-૪૫ માં વર્ણિત પ્રભુ એ દેવકીજી અને વસુદેવજી ના પૂર્વ જન્મોના સર્વ વૃત્તાંત નો બોધ કર્યો. તે બોધ કરનારા પણ પ્રભુ જ છે. |
||
गोकुलागति-लीलाप्त--वासुदेव-कर-स्थितिः |
ગોકુળમાં પધારવા માટે આપ્ત જન વસુદેવજી ના હસ્ત માં બિરાજનાર |
ભાગ. અધ્યાય ૩ શ્લોક ૪૭ માં વર્ણિત |
||
सर्वेशत्व-प्रकटनः |
સર્વ ઐશ્વર્યોને પ્રકટ કરનાર |
પ્રભુ ની ગોકુળ ગમન લીલા માં પ્રભુ ના ઐશ્વર્યો પ્રકટ થયા. દ્વાર પાલો અને શહેરીઓ ને ઉંઘાડવા, બારના અને લોઢાની ખીલાવાળી સાંકળો પોતાની મેળે ખુલી જવી, વરસાદ ની મંદ ગતિ, શેષજી નું પોતાની ફેણો થી જળ ને રોકવું, શ્રી યમુનાજી નું માર્ગ આપવું રૂપ ઐશ્વર્યો પ્રકટ કરનાર પણ પ્રભુ જ છે. |
||
माया-व्यत्यय-कारकः |
માયાનો વિનિમય કરનાર |
યોગ માયા નો સ્થાન વિનિમય કરનાર પણ પ્રભુ જ છે. વસુદેવજી નું ગોકુળ માંથી માયા ને પધરાવવું રૂપ જે લીલા છે તેના કારણ પણ પ્રભુ જ છે. |
||
ज्ञान-मोहित-दुष्टेशः |
દેવકીજી નો આઠમો પુત્ર કાલ છે એવા જ્ઞાન થી દુષ્ટ-ઈશ કંસ ને મોહ પમાડનાર |
ભાગ. અધ્યાય ૪ શ્લોક ૩ |
કૃપા નિધિ ચતુર્થ અધ્યાયાર્થ રૂપ નામ નિધિ - કોશ પ્રમાણે અર્થ - નિરુપાધિ પર દુઃખ ના નિવારક, એમ અર્થ છે. ચર્તુથ અધ્યાય માં શ્રી વાસુદેવજી અને દેવકીજી ના દુઃખ નો (કંસ રૂપ દુઃખ) નો નિવારણ કરનાર પ્રભુજ છે. શ્રી મહાપ્રભુજી પણ નિત્ય લીલા ધામ માંથી ભૂતલ પર પધારવાથી પુષ્ટિ જીવો ના પ્રભુ પ્રાપ્તિ માં આવતા પ્રતિબંધો નો નિવારણ થયો. શ્રી મહાપ્રભુજી નું પુષ્ટિ જીવો ના દુઃખો નો નિવારણ કર્યો તેથીજ આ નામ ની સંગતિ યોગ્યજ છે. |
ચતુર્થ અધ્યાય - કાપટય લીલા માં પ્રભુ નાં પ્રકટ્ય બાદ જ્યારે કંસ ને યોગ માયા કપટ બતાવે છે તેવી રીતે આધુનિક જીવો ના સ્વ-ગૃહે ભગવાન ના પધારવાથી અને જીવ જ્યારે કૃષ્ણ-સેવા પરાયણ થાય છે ત્યારે કંસ રૂપી કલિકાલ દ્વારા દોષો પણ પ્રભુ સેવા માં બાધ કરી શકતા નથી. પ્રભુ જ આ કલિકાલ ને કપટ દ્વારા દોષો ને જોયા વગર સેવા ને સ્વીકારે છે. |
ભગવાન સ્વયં પોતાના ધામ માં રહી ને પણ ભૂ-ભારહરણ,
વંશ સ્થાપન,
સત્-પુરુષો ની રક્ષા,
ભક્તો ના દુઃખો નો નાશ અને ભક્તિ નું દાન કરી શકે છે.
ભગવાન સર્વ ના બુદ્ધિ ના પ્રેરક હોવા ના કારણે ભગવાન માં આવું સામર્થ્ય વિદ્યમાન છે.
પણ જ્યારે ભાગવાન અનું-રૂપ જગત માં પોતાની સમગ્રતા ને પ્રકટ કરે છે ત્યારે કોઈક વિશિષ્ઠ લીલા પ્રકટ થાય છે.
આવું સામર્થ્ય માત્ર પરબ્રહ્મ માંજ હોય છે,
કારણ કે સૃષ્ટી માં એવું કોઈ તત્વ નથી જે પોતાની સમગ્રતાને અનું-રૂપ જગત માં પ્રકટ કરી શકે.
આ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ નું સમગ્રતયા અનું-રૂપ જગત માં પોતાની
"દુર્વિભાવ્ય"
શક્તિઓ સાથે જગત માં રમણ
"નિરોધ"
લીલા છે.
અહીં,
"દુર્વિભાવ્ય"
શબ્દ ખુબ સારી રીતે સમજવો જોઈએ.
"દુર્વિભાવ્ય"
એટલે જેની વિભાવના ન થઇ શકે.
જીવ માં પરીછીન્ન શક્તિઓ રહેલી છે.
તે ક્રિયા શક્તિ,
જ્ઞાન શક્તિ,
અને પુષ્ટિ શક્તિઓ રૂપે વિદ્યમાન હોય છે.
આ સર્વ શક્તિઓ જીવ માં
limited હોય છે,
અને તે શક્તિઓ નો
force પણ
weak હોય છે.
આવા
limited, weak શક્તિઓ દ્વારા જીવ ભગવાન માં આસક્ત થઇ નથી શકતો,
પોતાની સામર્થ્ય દ્વારા.
જ્યારે ભગવાન,
જીવ માં રહેલી અનેક વિધ શક્તિઓ એટલે કે કામ,
ક્રોધ,
સ્નેહ,
વૈરાગ્ય,
જ્ઞાન આદિ,
ને
control માં કરીને સ્વયં આ શક્તિઓ ની સાથે રમણ
(Relish) કરે છે ત્યારેજ ભક્ત,
ભગવાન માં આસક્ત થઇ શકે છે.
આ લીલા એજ
"નિરોધ"
લીલા.
તેથી શ્રીકૃષ્ણ ની શક્તિઓ
"દુર્વિભાવ્ય"
છે,
જીવ ને માટે.
"રોધન"
એ ક્લિષ્ટ રૂપ હોય છે.
અને
"ની-રોધ" અ-ક્લિષ્ટ રૂપ છે.
(ભગવાન અ-ક્લિષ્ટ કર્મ
- લીલા કરનાર છે.)
આ નિરોધ લીલા ને એક બીજા દ્રષ્ટાંત થી જોઈએ. મુંબઈ ની ચાલુ ભાષા માં કહીએ તો, પ્રભુ જ્યારે જીવ ની શક્તિઓ ને પટાવી લે છે ત્યારે જ નિરોધ સિદ્ધ થતો હોય છે. આથી પ્રભુ ની શક્તિઓ, જીવ ની શક્તિઓ ની comparison માં "દુર્વીભાવ્ય" છે.આમ, જીવ ની શક્તિઓ ને control માં કરી ને પછી સ્વયં પ્રભુ તેનો સંભોગ/રમણ કરે ત્યારે તે સાધન નિરોધ કહેવાય છે. તેથીજ નિરોધ ની પ્રથમ વ્યાખ્યા શ્રીમદ ભાગવત દ્વિતિય સ્કંધ અને શ્રી આચાર્ય ચરણો પણ સુબોધિનીજી માં આ પ્રમાણે આપવામાં આવી છે "निरोधो अस्य अनुशयनं प्रपञ्चे क्रीडनं शक्तिभिदुर्विभाव्याभिः". તેહી નિરોધ ને શ્રી મહાપ્રભુજી "અનુ-શયન" કહે છે. આ "અનુ-શયન" પદ માં "શયન" પદ છે તે "ઊંઘવાના" ના અર્થ માં ન લેવો જોઈએ પરંતુ સમગ્રતા ની દ્રષ્ટીએ લેવો જોઈએ, જેમ શ્રીમહાપ્રભુજી એ લીધો છે. "શયન" નો અર્થ શ્રીમદ આચાર્યચરણ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ ત્રણેય અર્થ લીધા છે.
આમ અવતાર કાળ માં પ્રભુ ના સ્વયમેવ પ્રાકટ્ય નાં કારણે
"નિરોધ"
સિદ્ધ થાય છે અને અન-અવતાર કાળ માં પ્રભુ ના નામ અને રૂપ દ્વારા નિરોધ સિદ્ધ થાય છે.
જ્યારે પ્રભુ નાં નામ અને રૂપ ને સ્વરૂપાત્મક જાણીએ ત્યારેજ પ્રભુ ની આ નિરોધ લીલા અન-અવતાર કાળ માં અનુભૂત થશે.
જેમ રાસ-પંચાધ્યાયી માં શ્રીમદ આચાર્યચરણ આજ્ઞા કરે છે કે કર્મ,
જ્ઞાન અને ભક્તિ આદિ સાધનો,
પ્રભુ ના પ્રાકટ્ય માટેજ હોય છે.
જ્યારે પ્રભુ સ્વયં પ્રકટ થઇ જાય છે ત્યારે આ સાધનો ગૌણ થઇ જાય છે.જ્યારે પ્રભુ નું પ્રાકટ્ય હોતું નથી ત્યારે તો આ સાધનો કરવાજ પડશે.
તેથી આ સ્કંધ માં પણ કર્મ,
જ્ઞાન અને ભક્તિ રૂપ સાધનો ની અપેક્ષા પ્રભુ તરફ થી થઇ નથી.
આ સ્કંધ માં પ્રભુ ની જે લીલાઓ છે તે વિશિષ્ઠ છે.
વિશિષ્ઠતા એ કે શાસ્ત્ર માં વર્ણિત પ્રભુ પ્રાપ્તિ ના સાધનો ને અ-સાધન અને અ-સાધનો ને સાધન બનાવ્યા છે
(असाधनं अपि साधनं करोति).
પ્રભુ કામ,
ક્રોધ,
ભય.
દ્વેષ આદિ દોષો દ્વારા પ્રાપ્ત થયા છે
(मल्लानां अशनिर्नृणां...).
આમ, શ્રી મહાપ્રભુજી એ આ અનુસાર જ મંગલાચરણ કર્યો છે "नमामि हृदये शेषे...".
પુરુષોત્તમ વ્યુહ વિચાર
દશમ સ્કંધ જન્મ પ્રકરણ માં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નું ચર્તુ-વ્યુહ સ્વરૂપ થી પ્રાકટ્ય છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજી માં આજ્ઞા કરે છે કે "हेतूध्यमस्वीकरणकापट्य प्रथमो महान् | प्रध्युम्न अन्निरुद्धस्च वासुदेवस्तथा परः" (का. 23). નિબંધ માં પણ શ્રી મહાપ્રભુજી આ પ્રભુ ની ચતુર્-વ્યૂહ સાથે પ્રાકટ્ય તત્ તત્ જન્મ પ્રકરણ અધ્યાય માં વર્ણન કરે છે. આ પર થી વાંચક જનોને વ્યૂહ અને વ્યુહી ના સંબંધ માં ઘણો confusion થાય છે. સહજ સંભવ છે કે ધીરજ ખુટતા એવું પણ માની બેસતા હોયીયે છીએ કે જ્યાં વ્યૂહ છે ત્યાં પુરુષોત્તમ નથી અને જ્યાં પુરુષોત્તમ છે ત્યાં વ્યૂહ નથી. આમ પ્રભુ ની સમગ્રતા ને અને સમગ્રતયા જે પ્રાકટ્ય છે તેને સમાજવામાં મુશ્કેલી થાય છે. પ્રભુ નાં અનંત વ્યૂહો છે અને તેમાંથી પ્રભુ નું સ્વ-આનંદ દાન (સ્વ-આસક્તિ દાયિની લીલા) , દૈત્ય મારણ, મોક્ષ દાતૃત્વ, વંશ સ્થાપન, ધર્મ સંસ્થાપન વિશેષ રીતે વર્ણવાયેલા છે. પ્રભુ સર્વ સામર્થ્યવાન, સર્વાત્મા અને સર્વ ના બુદ્ધિ ના પ્રેરક હોવાના ના કારણે આ સર્વ કાર્ય સ્વ-ધામ સ્થિત થયીને પણ કરી શકે છે. તો પછી, ભગવાન નું પ્રપંચ મધ્ય અવતરણ ની જરૂરીયાત શું? તે ના જવાબ માંજ શ્રી મહાપ્રભુજી ની પ્રભુ પ્રાકટ્ય માટે એક માનનીય કારિકા પર ધ્યાન આપવું જોયીયે "यावद्बहिः स्थितो वह्निः प्रकटो वा विशेन्न हि | तावदन्तःस्थितोડप्येष न दारुदहनक्षमः||". પ્રભુ નું બાહ્ય પ્રાકટ્ય ની આવશ્યકતા "નિરોધ" ની વ્યાખ્યા માં પણ સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવી છે. પ્રભુ નું ભક્તો ના અનુરૂપ સાધારણીકરણ, નિરોધ લીલામાં તો સ્પષ્ટ રીતે વર્ણન છેજ. તેથી, પ્રભુ નું પ્રપંચ મધ્ય માં ભક્તો નાં અનુકુળ થયીયે સ્વ-આસક્તિ દાયિની લીલા તે નિરોધ લીલા છે.
આ નિરોધ લીલા માં પ્રભુ પ્રાકટ્ય નું જે વૈશિષ્ટ્ય છે તેને પણ સમજવું જોયીયે. પ્રભુ ના ઘણા અવતારો થયા છે અને તત્ તત્ અવતારો માં પ્રભુ એ ભક્તો ને સ્વ-આનંદ યથા અધિકાર કર્યું છે. પણ આ નિરોધ લીલા માં પ્રભુ ની એક Picnic Mood જણાઈ રહ્યો છે. જેમ કોઈ માણસ ઓફીસ માં official rules પ્રમાણે કામ કરતો હોય પણ જ્યારે તે કોઈ Picnic Spot માં જઈને તે Picnic place નાં અનુરૂપ થઇ ને પોતે Relish કરે છે અને ત્યારે official rules આડે આવી નથી શકતા તેમ પ્રભુ પણ, શાસ્ત્ર માં વર્ણિત પ્રભુ પ્રાપ્તિ ના સાધનો છે તેનાંથી નહિ પરંતુ જે જે સાધનો ને અસાધન કહેવામાં આવ્યા છે તે તે અસાધાનો દ્વારા પણ લભ્યતા સૂચિત આ નિરોધ લીલા માં થઇ રહી છે. ભય, દ્વેષ, શત્રુતા વિગેરે અસાધાનો છે તેના દ્વારા પણ પ્રભુ લભ્ય થયા છે આ નિરોધ લીલા માં. "असाधनं अपि साधनं करोति". પ્રભુ એ સર્વ ભાવો દ્વારા લાભ્યતા આ નિરોધ લીલામાં બતાવી છે. આમ પ્રભુ ના તત્ તત્ વ્યૂહ તત્ તત્ લીલા માં ઉપયોગી છે.
પ્રભુ ને પુરુષોત્તમ કહેવા અને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રધ્યુમ્ન ને વ્યૂહ કહેવા એમાં આપણે જે તારતમ્ય કરીએ છીએ તે તારતમ્ય ને water-tight compartment તરીકે નહિ માનવું જોયીયે. આ જે સમજવામાં Problems થઈ છે તેમાં મુખ્ય કારણ છે પુરુષોત્તમ અને તેમના વ્યૂહો નો water-tight compartmentalization ના કારણે થઈ છે. તેઓ Interchangeable છે. આ જે વિવિધ ટીકાકારો દ્વારા વ્યૂહ ની Analysis કરવામાં આવી છે છે તે Meta-physical નથી પરંતુ લીલા દ્રષ્ટી દ્વારા કરવામાં આવી છે. દ્રષ્ટાંત તરીકે ધવલભાઈ નો business partner હોય અને તે partner નું કોઈ function હોય અને તેમાં ધવલભાઈ ને invite કરવાનું ભૂલી ગયો હોય અને ત્યાં ધવલભાઈ જઈને એમ કહે કે આજે હું business partner તરીકે નહિ પરંતુ એક friend તરીકે આવ્યો છુ. તેથી હવે business partner અને ધવલ જુદા જુદા છે કે એક છે? ધવલ અહિયા વ્યુહી છે અને business partner તે ધવલ નો એક વ્યૂહ છે. તેમ ધવલ નું મિત્ર હોવા પણું પણ એક વ્યૂહ છે. તેમ ધવલ (વ્યુહી) અને તેના મિત્ર તરીકે નો અને business partner તરીકે નો, એમ ૨ વ્યૂહો થયા. એ બેમાં Differentiation પણ બીજો કોઈ નહિ પણ સ્વયમ ધવલ જ કરે છે. તેથી તત્વ દ્રષ્ટી કે લીલા દ્રષ્ટી છે? આ જે વિવિધ ટીકા કારો નો મત છે તે સર્વ તત્વ દ્રષ્ટી થી નથી કહી રહ્યા પરંતુ લીલા દ્રષ્ટી થી કરી રહ્યા છે. એક ટીકા કાર કહે છે કે ત્યાં વાસુદેવ વ્યૂહ ગયા, એક ટીકા કાર કહે છે કે ત્યાં પુરુષોત્તમ ગયા, એક કહે છે કે ત્યાં વાસુદેવ વ્યૂહ સહીત પુરુષોત્તમ ગયા.આ સર્વ differences, person ના differences તરીકે નથી પણ person ના relation નાં કારણે આવી રહ્યા છે. જો તેને person ના differences માં culminate કરીએ તો confusion અને mis-understanding થશેજ. આ વાત ધ્યાન માં રાખીને જ્યારે આપણે પ્રભુ નું વ્યૂહો સહીત પ્રાકટ્ય સમજીશું ત્યારે confusion નહિ થાય. for e.g શ્રી હરિરાયજી પુરુષોત્તમ ના ૨ સ્વરૂપો ગણે છે. ૧. લોક વેદ પ્રથિત અને ૨. લોક વેદાતીત. લોક વેદાતીત ના પણ ૨ ભેદ ગણે છે ૧. ધર્માત્મક અને ૨. ધર્મી. આ સર્વ ભેદ છે તેનો base છે શુદ્ધ-અદ્વૈત. આ base ઉપર લીલા દ્વારા જનીત ભેદો છે. તેમાં તત્વ દ્રષ્ટી થી ન સમજવું જોયીયે પણ લીલા દ્રષ્ટી થી સમજવું જોયીયે.
તેવીજ રીતે, દેવો ની સ્તુતિ નું વર્ણન જન્મ પ્રકરણ ના ૨ અધ્યાય માં આવે છે. જ્યારે પ્રભુ ની દેવકીજી માં સ્થિતિ થયી ત્યારે ભગવાન ની સ્તુતિ બ્રહ્મા વિ. દેવો એ સ્તુતિ કરી. બ્રહ્માજી એ પુરુષ સુક્ત દ્વારા પ્રભુ ની સ્તુતિ કરી અને પ્રભુ ને પ્રકટ થવા, ભૂમિ ના દુઃખ જોયીને ને, વિનંતી કરી હતી. અહિયા પણ સ્પષ્ટ ઉલ્લેખ છે જ, કે સાક્ષાત પુરુષોત્તમ નું જ પ્રાકટ્ય થવાનું છે. બ્રહ્માજી અને અન્ય દેવોની જે દ્વિતિય અધ્યાય માં સ્તુતિ છે તે સ્તુતિ કયી ભાવનાથી કરવામાં આવી? અને તે સ્તુતિ પુરુષોત્તમ ની હતી કે વ્યૂહ ની? આમ વ્યૂહ અને વ્યુહી નો confusion થયી શકે છે. આ સમજવા માટે પણ આપણને ધીરજ ની અપેક્ષા છે. વ્યૂહ ને Refute કરીને સમજીશું તો ઉપર ના દ્રષ્ટાંત પ્રમાણે લીલા દ્રષ્ટી નહિ કેળવવા ના કારણે confusion થશે. પ્રભુ પોતાનું કાલાત્મા પણું પોતાના સંકર્ષણ વ્યૂહ થી કરે છે. દૈત્ય મારણ/ભૂ-ભાર હરણ માટે પણ આં કાલાત્મા વ્યૂહ ઉપયોગી છે. આ સ્તુતિ દેવોએ કયી ભાવનાથી કરી? તેના માટે સુબોધિનીજી માં સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે "कालात्मा भगवान जातः इति ज्ञापयितुं तथा | कलाभिः पञ्चदशभिः स्वपक्षख्याप्कैः स्तुतिः||". આમ પુરુષોત્તમ સ્વયમ પ્રકટ થવાના છે પરંતુ દેવોની સ્તુતિ એવી ભાવના થી હતી કે પ્રભુ પ્રકટ થયી ને ભૂ-ભાર હરણ અને દૈત્ય મારણ કરશે અને તેથી પોતાનો પક્ષ જણાય તે અર્થે કાલાત્મા પ્રભુ ની સ્તુતિ કરી. આમ પ્રભુ ના સંકર્ષણ વ્યૂહરૂપતા સ્પષ્ટ થાય છે. સર્વ ટીકાકારો નો મત આવોજ જણાય છે.
૧. શ્રી મહાપ્રભુજી કારિકા માં સ્તુતિ ના અર્થ રૂપ ભગવાન નું કાલાત્મા પણું શ્લોક ૨૫ ની કા. ૪ માં "कालात्मा..." થી સ્પષ્ટ થાય છે.
૨. અહિયા સ્તુતિ માં દેવો દ્વારા પોતાનોજ પ્રભુ પક્ષ ગ્રહણ કરશે, દૈત્યોનો નહિ, તેવા સ્પષ્ટ આશય થી "પક્ષપાત વાળી સ્તુતિ છે" તેમ કા. ૫ થી સ્પષ્ટ થાય છે.
૩. કાલ તો ૨ પક્ષો વાળો હોય છે. (કૃષ્ણપક્ષ, શુક્લ પક્ષ) પરંતુ આ સ્તુતિ માં દેવો એ એક પક્ષ નો ત્યાગ કરીને સ્તુતિ કરી છે. તેમ યોજના કાર નો સ્પષ્ટ મત છે.
૪. યોજના કાર આજ્ઞા કરે છે કે "સ્તુતિ ના શ્લોકો નું તાત્પર્ય છે , દૈત્યોના વધ માટે અવતાર લીધેલ હોવાનું સ્પષ્ટ હોવાથી, બીજા અધ્યાય નો અર્થ સંકર્ષણ ની ઉત્પત્તિ છે તેમ કહેલ હોવાથી એમ જણાવવા દેવો એ સ્તુતિ કરી." कालः નોસ્પષ્ટ અર્થ કરતા કહે છે "संकर्षण" તેમ ભગવાન સંકર્ષણ ને લયીને પ્રકટ થયાછે અને દેવોનું હિત કરશે તેવા અભિપ્રાય થી સ્તુતિ છે.
૫. લેખકાર પણ જણાવે છે કે "ભૂમિનો ભાર હરવા ભગવાન ની દેવો એ પ્રાર્થના કરેલી, તેથી સંકર્ષણ એજ અવતાર લીધો છે, એમ તેઓ જાણતા હતા. "જ" શબ્દ સંકર્ષણ સિવાય બીજો વ્યૂહ નથી અવતરેલ,એમ જણાવવા યોજેલ છે."
આમ, પુરષોત્તમ તો પ્રકટ થયાજ છે પરંતુ દેવો ની જે સ્તુતિ છે , તે સ્તુતિ પ્રભુ ની સંકર્ષણ વ્યુહતા ને લઈને કરવામાં આવી છે. પ્રભુ ના પુરુષોત્તમ તયા પ્રાકટ્ય માં તો સંશય જ નથી. તેથી પ્રભુ ની પુરુષોત્તમ રૂપતા અને સંકર્ષણ રૂપતા ને લીલા દ્રષ્ટી થી Appreciate કરવી જોયીયે. પ્રભુ ની અહિયા સંકર્ષણ રૂપતા ને refute કરવી ન જોયીયે. પ્રભુ ની તત્ તત્ લીલાઓ માં તત્ તત્ જીવો નો તત્ તત્ Role હોય છે. યદ્યપિ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ વેત્ર રૂપેણ બ્રહ્માજી ને ધારણ તો કરેજ છે (यष्टिः कमलासनः), પરંતુ વ્રજલીલા દ્વારા જે ગોપિકાઓ ને જે અનુભૂતિ થઇ તે તો નહિ બ્રહ્માજી, ભવ, આદિ ને થઇ (ભાગ.૧૦-૯-૨૦). આમ કહેવા થી બ્રહ્માજી ના નાના હોવા પણું વિ. નથી કહેવામાં આવ્યું, પરંતુ લીલા દ્રષ્ટીકોણથી કહેવામાં આવ્યું છે.
ભગવાન નું પ્રાકટ્ય - ૩ અધ્યાય જન્મ પ્રકરણ
જન્મ પ્રકરણ ૩ અધ્યાય માં ભગવાન ના પ્રાકટ્ય નું વર્ણન અને તે ભગવાન ના સ્વરૂપ નું વર્ણન બ્રહ્મ તયા વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજી ભગવાન ના પ્રાકટ્ય માટે એક વિશેષ આજ્ઞા કરે છે કે અહિયા સાક્ષાત પર બ્રહ્મ શ્રી કૃષ્ણ સમગ્ર તયા પ્રકટ થયા છે. કોઈ પણ અધિકારી એ (કર્મ-માર્ગીય, જ્ઞાન માર્ગીય, ભક્તિ માર્ગીય અને શરણાગત) જીવ હોય, અંતે જ્યાં સુધી બ્રહ્મ ને સર્વ કર્તા, સર્વ રૂપ અને સર્વાત્મક ન સ્વીકારે ત્યાં સુધી બ્રહ્મ નો બોધ નથી થતો. કાં તો તે જગત સમજમાં આવશે કાં તો તે જગદીશ સમજ માં આવશે. જો બ્રહ્મ નો બોધ નહિ હોય તો યહુદી, ઈસાઈ ધર્મ માં જેમ જગદીશ ને સ્વીકારે છે પણ જગદાત્મક તા સ્વીકાર તા નથી તેમ વૈજ્ઞાનિક લોકો પણ જગત ને સ્વીકારે છે પણ જગદીશ ને સ્વીકારતા નથી, તો આ સર્વે બ્રહ્મ જ્ઞાની નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મ ને સ્વીકારો તો જગત અને જગદીશ રૂપે સમાજમાં આવશે. હવે આ insight કેવી રીતે develop થાય? સૌથી પહેલા બ્રહ્મ ને જાણવા માટે શાસ્ત્ર હોવા જોઈએ. જ્યારે બ્રહ્મ ને જાણવા કોઈ એક શાસ્ત્ર લઈશું તો બ્રહ્મ ની સમગ્રતા નહિ સમજાય પણ બ્રહ્મ નો કોઈ એક પાસોજ જણાશે. સર્વ શાસ્ત્ર લઈશું તો infinite હોવા થી પાર જ નહિ આવે. એટલે theoritically જણાવે છે કે જે જે શાસ્ત્રો છે તે તે બ્રહ્મ શૃંગારીત છે તેમ સમજવું. શ્રી મહાપ્રભુજી તેથીજ ભગવાન નાં આભૂષણો ને સર્વ શાસ્ત્ર રૂપ જણાવે છે (सर्वशास्त्ररूपाणि भगवदाभराणि अध्याय 3 श्लोक. 10). વિવિધ શાસ્ત્રો ને બ્રહ્મ ના શ્રુંગાર તરીકે ન લઇ શકતા હોય તો બ્રહ્મ ના સમજવામાં કનડગત કરશે. અને જો બ્રહ્મ ના આભરણ તરીકે સમજીશું તો Unification point બ્રહ્મ જ છે તેમ સમાજમાં આવશે. બ્રહ્મ નો મતલબ જ "All-Encompassing" છે. શાસ્ત્ર માં બ્રહ્મ ના વિવિધ પાસાઓ વર્ણવ્યા હોય છે. હવે એ different aspects નું point of unification છે બ્રહ્મ. તેથીજ મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણ માં પણ આજ્ઞા કરે છે કે "मायिकं सगुणं कार्यं स्वतन्त्रं च नैकधा, तदेवै तत् प्रकारेण भवति इति श्रुतेर्मतं|". માયાવાદ, બુદ્ધ ના પ્રતીત્ય સમુત્પાદ વાદ, શૂન્યવાદ, નૈયાયિક, યોગ, સાંખ્ય વિગેરે મત individually સ્વીકાર કરશો તો other-excluding nature થી confuse થવાશે. તેથી આ સર્વે વાદ ભગવાન ના આભરણ સમજીશું તો બ્રહ્મ નો ચોક્કસ બોધ થશે. સાંખ્ય - ત્યાગ પ્રધાન વૈરાગ્ય છે અને યોગ - વૈરાગ્ય પ્રધાન એકાગ્રતા છે. યોગ અને સાંખ્ય નો તાત્પર્ય છે ભગવાન નું મુખારવિંદ. તેથી સાંખ્ય અને યોગ ભગવાન ના કુંડળ છે. એકાગ્રતા અને વૈરાગ્યતા જો ભગવાનના મુખારવિંદ માટે ન હોય તો તેઓ ભગવાન ના કુંડળ નથી બની શકતા. તેથી આ પ્રકરણ માં કોઈ દેવમ અંશ, અંશ, કલા, વિગેરે પ્રકટ નથી થયા પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ પ્રકટ્યા છે તેથી શ્રી મહાપ્રભુજી અહિયા ભગવાન ના સમગ્રતયા વર્ણન કરે છે.
ભગવાન નું સ્વરૂપ/આભરણ |
અર્થ/શાસ્ત્ર રૂપ |
શાસ્ત્ર નો reference |
દશ લીલા વાળા અને પુષ્ટિમાર્ગીય ઐશ્વર્ય અને મર્યાદા માર્ગીય ઐશ્વર્ય વાળા પ્રભુ છે. |
પુષ્ટિમાર્ગીય ઐશ્વર્ય - ન આપી શકાય તેવું સ્વરુપામૃત નું દાન અને દૈત્યો ને પણ મુક્તિ. મર્યાદા માર્ગીય ઐશ્વર્ય - ભૂ-ભાર હરવો , વેદ ધર્મ વિહિત ભક્તિ જ્ઞાન વિગેરે ની પ્રવૃત્તિ કરાવવી |
द्वादशाङ्गोयं पुरुषः - પ્રભુ ની મર્યાદા અને પુષ્ટિ ધર્મ રૂપતા - ઐશ્વર્ય રૂપતા લોક વેદ પ્રસિદ્ધ અને લોક વેદાતીત પુરુષોત્તમ નું પ્રાકટ્ય ભૂ-ભાર હરણ - સંકર્ષણ વ્યૂહ રૂપતા (મર્યાદા ઐશ્વર્ય) - દૈત્યો ને પણ મુક્તિદાન (પુષ્ટિ રૂપ) વેદ ધર્મ પ્રવર્તક - અન્નીરુદ્ધ વ્યૂહ રૂપતા (મર્યાદા રૂપ) - વેદ ધર્મ નું ઉલ્લઘન (પુષ્ટિ રૂપ) ગર્ભ સંબંધ - પ્રધ્યુમ્ન રૂપતા (મર્યાદા રૂપ) - વિહિત ભક્તિ પ્રવર્તન (પુષ્ટિ રૂપ) જ્ઞાન વૈરાગ્ય પ્રવર્તન - વાસુદેવ રૂપતા (મર્યાદા રૂપ) - અદેય સ્વરુપામૃત નું દાન (પુષ્ટિ રૂપ) "ईश्वरः पूज्यते लोके मूढैः अपि यदा तदा निरुपाधिमैश्वर्यं वर्णयन्ति मनीषिण" - ऐश्वर्य रुपता |
અંબુજ સમાન નેત્રો |
પ્રભુ ની જ્ઞાન શક્તિ |
પ્રભૂ ના નેત્રો - સુર્ય અને ચંદ્ર રૂપ છે. શ્રી અને જ્ઞાન રૂપતા 'श्रीयो हि परमा काष्ठा सेवकास्ताद्रषा यदि' - श्री रुपता "ग्यानोत्कर्षतदैव स्यात् स्वभाव विजयो यदि" - ज्ञान रुपता |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ભગવાન ના આયુધ ક્રમ
શંખ - ૧, ચક્ર - ૨, ગદા - ૩, પદ્મ - ૪
મધુસૂદન
-
માધવ
-
નારાયણ
-
અનિરુદ્ધ
-
પ્રધ્યુમ્ન
-
સંકર્ષણ
-
વાસુદેવ
-
ધર્મી વાસુદેવ
-
પુરુષોત્તમ
-
References:
· શ્રીમદ્
ભાગવત મહાપુરાણ
· શ્રી
સુબોધિની – શ્રી
વલ્લભાચાર્યજી
· તત્વાર્થદીપ
નિબંધ અંતર્ગત
શ્રી ભાગવાતાર્થ
પ્રકરણ – શ્રી વલ્લભાચાર્યજી
· શ્રી
પુરુષોત્તમનામ
સહસ્ર – શ્રી વલ્લભાચાર્યજી
· પુરુષોત્તમ
સહસ્ર નામ ઉપર
નામચંદ્રિકા ટીકા
– પંચમ પુત્ર ગોસ્વામી
શ્રી રઘુનાથલાલજી
· શ્રી
સુબોધિની ટીકા
– ગોસ્વામી શ્રી
વિઠ્ઠલનાથજી, શ્રી
પુરૂષોત્તમજી,
શ્રી લાલુભટ્ટજી,
શ્રી
હરિરાયજી,
લેખકાર
ગોસ્વામી
શ્રી વલ્લભજી
· શાસ્ત્રરીત્યા
બુભુત્સુબોધીકા
– ગોસ્વામી શ્રી
યોગી ગોપેશ્વરજી
· શ્રી
સર્વોત્તમ
સ્તોત્ર ટીકા –
ગોસ્વામી
શ્રી દ્વારકેશજી
· છાંદોગ્ય
ઉપનિષદ
· બૃહદારણ્યક
ઉપનિષદ
· કઠ/મૂંડક
ઉપનિષદ
· તૈતરીય
ઉપનિષદ
· તૈતરીય
આરણ્યક
Compiled By:
ધવલ પટેલ
(dhawalpatel1981[at]yahoo[dot].com)