Shree Vallabhacharya’s Principles and Online Pushtimargiya Teleconference Satsangs

With the advancements in the Information Technology, each and every part of human life is affected positively or negatively. Such an impact is noticed nowadays in understanding the principles/tenets of Sampradaya. Nowadays, Online Telephonic Conferencing Services are offering more and more sophisticated methods of hosting the conference calls for free.

Vedic Sanatan Dharma and underlying sects have always been recommending “Satsang” -  Doing a collaborative discussion on understanding the true meaning of principles of the Acharyas of the respective Sampradaya. The “Satsang” had mostly remained confined amongst the disciples of the sampradaya. Due to the advancements in IT  - Online free teleconferencing services, it has been noted that lots of such “Satsang” sessions have been exposed and carried online, that provided easy access, ending the limitations of time and distance. One such sampraday taking benefits of these services is “Pushtimarg”. It has been seen that lots of “Satsang” sessions are nowadays carried on Live Teleconferencing services. These services have provided  lots of benefits to the disciples who want to understand the principles of Shreemad Vallabhacharya. At the same time, it has been observed that it had opened an open platform where any person can host a satsang conference claiming to be the pushtimargiya Satsang and can preach wrong or such principles which is deviating from the original principles of the proclaimer of the Pushtimarg - Shreemad vallabhacharya. The articles below was written and published to expose one such incident that happened during one of the online Teleconferencing Satsang on Pushtimarg in USA. We should be always on alert and analyze the explanation and preachings conveyed by the discussion or the group hosting the satsang conferences on pushtimarg and always should see if it is inline to the original principles of Mahaprabhu Shreevallabhacharya by referring original granthas of Mahaprabhu Shree Vallabhacharyaji.

Dhawal patel

----

આપના વલ્લભ સાંપ્રદાયી સત્સંગ conference માં શ્રીમદ મહાપ્રભુજી ના સિદ્ધાંતો વિષે શ્રવણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હતો. તે દરમ્યાન એક અન્ય વૈષ્ણવ જે ને હું અત્રે "એક દેશીક" તરિકે આખ્યાન કરીશ, તેઓ નો પણ વલ્લભ સંપ્રદાય માં ભાવ ભાવના વિષે શ્રવણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હતો. તે વિષે મારા મતે મહાપ્રભુજી ના સિદ્ધાંતો સાથે વિસંગતિ જણાયી હતી.તે વિષે આ પત્ર લખી રહ્યો છું. "એક દેશીક" ના મત માં ઘણા બધાં સાંપ્રદાયિક સૈદ્ધાંતિક વિસંગતિઓ જણાય છે. તે સૌ નું નિરૂપણ અને તે મત નો શ્રી વલ્લભાચાર્યજી ના સિદ્ધાંતો સાથે કેટલીક જે વિસંગતિઓ છે તેનું નિરૂપણ "પૂર્વપક્ષ" ("એક દેશીક નો મત") અને સિદ્ધાંતો નું નિરૂપણ "ઉત્તરપક્ષ" ના સંવાદ તરીકે નિરૂપણ કરવા માંગીશ.

એક દેશીક: પુષ્ટિમાર્ગ માં વાત્સલ્ય ભાવ અને શ્રુંગાર ભાવ રહી શકતો નથી. કોઈ વાત્સલ્ય ભાવ નો ભાવ રાખે તો તે માં શ્રુંગાર ભાવ આવી નથી શકતો. તેથી, શ્રુંગાર ભાવ તરીકે ભાવના કરવી જોયીયે. શ્રુંગાર ભાવ જ ઉત્તમ છે. તેથી કૃષ્ણ સેવા માં પણ શ્રુંગાર ભાવના જ રાખવી જોયીયે.

સિદ્ધાંતિ: તેમ નથી! વલ્લભ સંપ્રદાય માં શ્રીમદ વલ્લભાચાર્યજી એ તો કૃષ્ણ સેવા "સર્વ ભાવ" દ્વારા સેવા કરવાનો ઉપદેશ આપ્યો છે (चतुः श्लोकी). સર્વ ભાવ ની અંતર્ગત વાત્સલ્ય, દાસ્ય, શ્રુંગાર/માધુર્ય વિગેરે સર્વ ભાવોનો સમાવેશ થાઈ છે. તેથી, ભક્તિરસ તરીકે કૃષ્ણ સેવા નો પ્રકાર શ્રી વલ્લભ આપી રહ્યા છે, ના કેવળ માધુર્ય/શ્રુંગાર ભાવ જ. તેથીજ તો સેવા દરમ્યાન શ્રીપ્રભુ ને ખંડીતા ના પદ (શ્રુંગાર ભાવાત્મક) ગવાય છે અને સાથે સાથે પર્યંક વિજ્ઞપ્તિ પણ વાત્સલ્ય ભાવ થી થાય છે. દાસ્ય ભાવના સાથે દંડવત પણ થાય છે અને રાસોત્સવ માં માધુર્ય ભાવ સહીત કીર્તન પણ થાય છે. શ્રીમદ ભાગવત માં સ્વયમ પ્રભુ આ આજ્ઞા કરે છે કે "युवां मां पुत्र भावेन ब्रह्म भावेन चासकृत". વેદ પણ બ્રહ્મ નું નિરૂપણ "સર્વ રસ" તરીકે કરે છે. માત્ર શ્રુંગાર રસ તરીકે નહિ. શ્રી પુરુષોત્તમજી આપના "ભક્તિ રસત્વ વાદ" માં આજ વસ્તુ નો ખુલાસો કરે છે.

તેથી નિષ્કર્ષ તો એજ થાય છે કે પુષ્ટિમાર્ગ માં "સર્વ ભાવ" થી કૃષ્ણ સેવા કરવાનો ઉપદેશ શ્રી વલ્લભાચાર્યજી આપી રહ્યા છે, માત્ર શ્રુંગાર રસ જ તરીકે નહિ.

એક દેશિક: શ્રી નાથદ્વારા માં અતિ ગોપ્ય મનોરથ થાય છે જે કોઈ પણ પ્રણાલી કે ગ્રંથો માં તેનો વર્ણન નથી. આ મનોરથ છે "રસ મંડાણ". "રસ મંડાણ" ના દર્શન તમને કરાઉ હું સર્વે ને. "રસ મંડાણ" એટલે "રસ મંડળ" - રસ નો સમૂહ. અને રાસ પંચાધ્યાયી માં જ્યારે રાસ નું વર્ણન આવ્યું ત્યારે જે ગોપિકા ઓ નો મંડળ થયું, તેવો ભાવ છે. તેથી, જેમ રાસ પંચાધ્યાયી માં પાંચ અધ્યાયો છે તેમ આ મનોરથ પણ પાંચ વાર થવો જોઈતો હોવો જોઈએ. આ અતિ ગોપ્ય ભાવના છે જેને હું બહુ નહિ જણાવું.

સિદ્ધાંતિ: શ્રી નાથદ્વારા માં શ્રીનાથજી ને જે મનોરથ થાય છે જે પુત્રદા એકાદશી ના દિવસે થાય છે તેનો વર્ણન "શ્રીનાથ સેવા રસોદધી" માં સ્પષ્ટ આપવામાં આવ્યુંજ છે. તેમાં કોઈ વસ્તુ ગોપ્ય નથી.

તેથી સર્વ વૈષ્ણવોને તેવો દાવો કરવો કે કોઈ ગ્રંથો માં આનું વર્ણન નથી તે નિર્મૂળ છે.

હવે રહી વાત "રસ મંડાણ" ની, તો કોઈ પણ પદ કે વાક્ય નો અર્થ તો શબ્દ કોશ અને વ્યાકરણ મુજબ થવો જોઈએ. અને જો તે વલ્લભ સંપ્રદાય ના સિદ્ધાંતો સાથે સંબંધિત હોય તો મહાપ્રભુજી ના ગ્રંથો નો આશ્રય આવશ્યક લેવોજ જોયીયે. "રસ મંડાણ" પદ માં જે "મંડાણ" નો અર્થ તમે "મંડળ" તરીકે કરતાં હો તો તે યોગ્ય નથી. "મંડાણ" અને "મંડળ" બન્ને શબ્દો નો અર્થ ભિન્ન છે.

"મંડાણ" શબ્દ સંસ્કૃત શબ્દ "मण्डन" પર થી આવ્યો છે. અને "मण्डन" શબ્દ નો અર્થ થાય છે "શ્રુંગાર, સજાવટ". "મંડળ" શબ્દ નો અર્થ થાય છે "ઘેરો, ગોલાઈ"

તેથી, આ બન્ને અર્થો ને એક સમજવા ના જોયીયે.

"રસ મંડાણ" નો અર્થ "શ્રીનાથ સેવા રસોદધી" માં સ્પષ્ટ આપ્યો છે. "આજ ગંડેરી કે રસ કો મંડાણ હોય" તેવો અર્થ છે, નહિ કે "રાસ લીલા". અને ગંડેરી કેમ ધરવામાં આવે છે શીતકાલ માં તેનું પણ વર્ણન પ્રાપ્ત થાય છે:

શીતકાલ માં "રસ મંડાણ" થાય છે તેથી ત્યાં રાસ લીલા નો ભાવ વિસંગત થાય છે, કારણકે પ્રભુ નું સુખ તેમાં નથી. શીતકાલ રાસ લીલા અનુરૂપ નથી અને તેથી ઉત્સવ અને નિત્ય ક્રમ પણ એવોજ હોય છે. તેનો ખુલાસો પણ નીચે પ્રમાણે આપવામાં આવે છે:

શીતકાલ માં મુકુટ ધરવામાં નથી આવતો કારણકે તે ઋતુ રાસ લીલા અનુરૂપ નથી. પ્રભુ ના સુખાર્થે જ સેવા છે. અને તેથી, મુકુટ પણ ધરાતો નથી. તેથી "રસ મંડાણ" નો અર્થ "રાસ મંડળ" કરવો વાણી વિલાસ જ છે.

એક દેશિક: રાસ લીલા માં વેણુનાદ દરમ્યાન જે ગોપિકાઓ નેત્રો માં અંજન લગાવતા પ્રભુ તરફ દોડ્યા હતા, તેઓ ના નેત્ર માં જે અંજન હતું તેના કારણે પ્રભુ નીલ કમળ ધારણ કરે છે.

સિદ્ધાંતિ: પુષ્ટિમાર્ગ માં ભાવ છે તે વલ્લભ સંપ્રદાય સાથે વિસંગત ન હોવી જોયીયે. કોઈ પણ ભાવના ની કલ્પના પોતાના મનઃ કલ્પિત ના હોવી જોયીયે. રાસ પંચાધ્યાયી માં જે (અધ્યાય ૨૬, શ્લોક ૭) માં વર્ણિત છે તેના વિવરણ માં શ્રીમતી સુબોધિનીજી માં શ્રી મહાપ્રભુજી ની વ્યાખ્યા અનુંસારજ સમજવું જોયીયે. શ્રી મહાપ્રભુ આવું કોઈ પણ વ્યાખ્યાન કરતા નથી અને કોઈ પણ અન્ય ટીકાકાર આવું વર્ણન નથી કરતાં. શ્રી મહાપ્રભુજી તેનું વર્ણન નીચે પ્રમાણે સુબોધિનીજી માં કરે છે:

તેઓ આજ્ઞા કરે છે કે, "જે ગોપિકાઓ અંજન લગાવતા હતા, તેઓ તો નિર્ગુણ છે" આ પદ નું વ્યાખ્યાન થવું જોયીયે. પોતાના મનઃ કલ્પિત ભાવનાઓ તો સર્વ કરીજ શકે છે પણ વલ્લભ સાંપ્રદાયિક તો નહીજ કહેવાય. નિર્ગુણ પદ નું વિવેચન ટીકાકાર આપી રહ્યા છે અને તેમનો મત સમજવો જોયીયે.

એક દેશિક: તમને આ Notebook માં લખવાની ટેવ કેમ પડે છે? શા માટે આ સિદ્ધાંતો અને ભાવનાઓ ને notebook માં notes લઇ રહ્યા છો? આ તો કરવું જ ન જોયીયે.

સિદ્ધાંતિ: શ્રીમહાપ્રભુજી એ શાસ્ત્રાભ્યાસ અને પુષ્ટિમાર્ગીય ગ્રંથો નો અભ્યાસ કરવાની સ્પષ્ટ આજ્ઞા કરી છે. અને અભ્યાસ દરમ્યાન કોઈ notebook માં notes લેતો હોય તો તેતો ઉત્તમ અધિકારી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે "शास्त्रं अवगत्य मनो वाग देहै कृष्ण सेव्यः" અને "अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धि विधीयते"

તેથી શાસ્ત્રાભ્યાસ અને notes લેવી તેતો ઉત્તમ અધિકારી ના લક્ષણો છે. કોઈ પણ અભ્યાસ કરવામાં "સંશય, વિપર્યાસ, વિસ્મૃતિ" વિગેરે આવીજ શકે છે કારણકે "મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર" તે સર્વે સર્વદા સાત્વિક રહેતા નથી. સાત્વિક નહિ રહેવાને કારણે વિસ્મૃતિ આદિ થવું સહજ સંભવ છે અને તેથી notes અવશ્ય લેવીજ જોયીયે.

"शास्त्राणि यत्र गच्छन्ति तत्र गच्छन्ति वै नराः

मनान्सि यत्र गच्छन्ति तत्र गच्छन्ति वानराः||"

તેથી શાસ્ત્રાભ્યાસ કરવામાં notes લેવીજ જોયીયે. શ્રીમહાપ્રભુજી શ્રીમદ ભાગવતજી ના પોથીજી ને શ્રી કૃષ્ણ ના આધિભૌતિક ચરણ કહે છે. તેમ, notes પણ શ્રીમહાપ્રભુજી ના ગ્રંથો ને સમાજ વા ના અંગ રૂપે આધિભૌતિક ચરણ હશેજ.

ઉપરનો સંવાદ સર્વ વૈષ્ણવો ને પ્રશ્નાર્થ અને વિચારાર્થ પ્રસ્તુત કરવા માં આવ્યો છે. મારો બસ એકજ શુદ્ધ આશય છે કે "વલ્લભ સંપ્રદાય" ના સત્સંગ માં શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી ના વચનો અને સિદ્ધાંતો સાથેજ સુ-સંગત વાત અને નિર્ણય થવો જોયીયે.

તેથી આ સંવાદ ને હું શ્રી મહાપ્રભુજી ના ચરણ કમળો માં સમર્પણ કરું છુ.

કોઈ પણ સંશય કે પ્રશ્ન હોય તો અપને સૌ મળીને શ્રી મહાપ્રભુજી ના સિદ્ધાંતો ના અનુરૂપ ચર્ચા અને વિચારણા કરવી જોયીયે.

"श्रीमद आचार्यचरण कमलेभ्यो नमः"

જય શ્રીકૃષ્ણ!

-ધવલ