साङ्ख्ययोगौ
मकरकुण्डले||
શ્રીમદ ભાગવત
નાં ત્રીજા સ્કંધ
૨૮ માં અધ્યાય
માં શ્રી પ્રભુ
ના સમગ્ર સ્વરૂપ
નું અત્યંત સુંદર
વર્ણન આવે છે. આ
અધ્યાય માં યોગ
ના અષ્ટાંગ યોગ
ના અંતર્ગત પ્રભુ
નાં સ્વરૂપ નાં
ધ્યાન નો પ્રકાર
વર્ણવતા શ્લોકો
૨૧-૩૩ માં અદ્ભુત
શ્રી પ્રભુ નાં
સ્વરૂપ નું વર્ણન
આવે છે. આ શ્લોકો
નું પઠન અને ધ્યાન,
દરેક પુષ્ટિમાંર્ગીયાઓ
એ નિત્ય પ્રભુ
નામ જપ સમયે કરવું
જોયીયે. આ શ્લોકો
ના અંતર્ગત શ્રી
પ્રભુ નાં આભુષણ
રૂપ કુંડળો નું
વર્ણન આવે છે અને
તેને સાંખ્ય યોગ
રૂપ કહ્યા છે. શ્રી
મહાપ્રભુજી નાં
શ્રી સુબોધિની
વ્યાખ્યા જોતા
અત્યંત અદ્ભુત
અર્થ નો બોધ થાય
છે.
શ્રી
મહાપ્રભુજી આપશ્રી
ના દશમ સ્કંધ જન્મ
પ્રકરણ અધ્યાય
૩ શ્લોક ૧૦ માં
આજ્ઞા કરે છે “सर्वशास्त्ररूपाणि
भगवद आभरणरूपाणि”.
આ દ્વારા
એવો બોધ થાય છે
કે કોઈ પણ અધિકારી
જીવ હોય – કર્મમાર્ગીય
, જ્ઞાનમાર્ગીય
અથવા ભક્તિમાર્ગીય,
અંતે જ્યાં સુધી
બ્રહ્મ ને સર્વ
કર્મરૂપ, સર્વ
જ્ઞાનરૂપ ન સ્વીકારે
ત્યાં સુધી બ્રહ્મ
નો બોધ થતો નથી.
આ સ્થિતિ માં તે
જીવ ને જગત નો બોધ
થશે અથવા માત્ર
જગદીશ નોજ બોધ
થશે, પણ બ્રહ્મ
નો બોધ નહિ થાય.
બ્રહ્મ જગદીશ પણ
છે અને જગદાત્મક
પણ છે. ઈસાઈ ધર્મ
અને ઇસ્લામ ધર્મ
જગદીશ ને committed છે. Modern Scientists જગદીશ
ને નથી માનતા, માત્ર
જગત ને જ માને છે. આ પરિસ્થિતિ
માં બન્ને બ્રહ્મવાદી
નથી. તેઓ માત્ર
ઈશ્વરવાદી છે.
શ્રી મહાપ્રભુજી
પરંતુ આજ્ઞા કરે
છે કે બ્રહ્મ જગદીશ
પણ છે અને જગદાત્મક
પણ છે. બ્રહ્મ ને
જાણવાથી જગદીશ
અને જગત બન્ને
નું જ્ઞાન થઇ જશે.
આ વાત સમાજવાની
Insight કેવી રીતે
આવે? ત્યારે શ્રી
મહાપ્રભુજી આજ્ઞા
કરે છે કે બ્રહ્મ
ને સમાજવા માટે
પ્રથમ તો શાસ્ત્રો
જોઈએ. હવે બ્રહ્મ
ને જાણવા આપણે
જો કોઈ એકજ શાસ્ત્ર
લઈશું તો કોઈ એકજ
પાસો સમજાશે. અને
જો સર્વ શાસ્ત્રો
લઈશું તો પાર જ
નહિ આવે. તેથી શ્રી
મહાપ્રભુજી theoretically જણાવે છે કે
જેટલા પણ શાસ્ત્રો
છે તેમના દ્વારા
પ્રતિપાદિત રૂપો
છે તે દ્વારા બ્રહ્મ
શૃંગારીત છે એમ
માનો. આ સમાજમાં
આવે તો જગદીશ પણ
બ્રહ્માત્મક છે
અને જગત પણ બ્રહ્માત્મક
છે તેવો બોધ સહેલાઇ
થી થશે. કેમકે જો
આપણે આ સર્વશાસ્ત્રો
ને બ્રહ્મ નાં
શૃંગાર ન ગણીએ
તો પછી તે તે શાસ્ત્રો
માં પ્રતિપાદિત
જે જે રૂપો છે તેઓનો
પરસ્પર વિરોધ જણાશે
અને એકંદરે આપણે
શાસ્ત્રો નો અર્થ
બ્રહ્મ છે તેમ
નહિ સમજી શકીએ.
તેથી આ સર્વ શાસ્ત્રો
નું જે Unification Point બ્રહ્મ
છે તેમ સમજમાં
આવી જાય તો બ્રહ્મજ્ઞાન
સિદ્ધ થાય.
શ્રી મહાપ્રભુજી
સિદ્ધાંત મુક્તાવલી
ગ્રંથ માં આજ્ઞા
કરે છે “मायिकं
सगुणं कार्यं स्वतन्त्रं
चेति नैकधा|| तदेवैतत-प्रकारेण
भवतीति श्रुतेर्
मतम् |”. બ્રહ્મ નો
અર્થ છે જે all-encompassing હોય. બાકી જે
શાસ્ત્રો છે તે
all-encompassing ના હોય ને
other-excluding છે. સાંખ્ય
ને સમજીશું તો
વેદાંત exclude થતો
જણાશે. વેદાંત
ને સમજીશું તો
ન્યાય exclude થતો
જણાશે, પણ બ્રહ્મ
ને પકડીશું તો
સર્વ શાસ્ત્રો
સમજાશે. તેના માટે
જેટલા પણ શાસ્ત્રો
છે અને તેમાં જે
પ્રતિપાદિત રૂપો
છે તેના દ્વારા
બ્રહ્મ અલંકૃત
છે એ મૂળ સમજવાની
વાત છે. વિવિધતા
એ બ્રહ્મ નો શૃંગાર
છે. તેવો અર્થ “शुद्धाद्वैत”
પદ માં
છે. આપણા મત માં
એવું દ્વૈત નથી
કે જે અદ્વૈત નું
વ્યાવર્તન કરે
અને એવું અદ્વૈત
નથી કે જે દ્વૈત
નો વિરોધી હોય.
તેથીજ ભેદ-સહીશ્નુંરભેદ
છે. પ્રભુ નું મુખારવિંદ
ભક્તિરસાત્મક
છે. તેવા મુખારવિંદ
પર કિરીટ ધારણ
કરે છે – તે વેદાત્મક
છે. વેદ દ્વારા
બ્રહ્મ નું જ્ઞાન
થાય છે અને તે પ્રમાણ
મૂર્ધન્ય છે. તેથી
તેને બ્રહ્મ તેમના શ્રી મસ્તક
પર ધારણ કરે છે.
સાંખ્ય અને યોગ
છે તે પ્રભુ આપના
કુંડળ તરીકે કર્ણ
માં ધારણ કરે છે.(बिभर्ति
साङ्ख्य योगं च
देवो मकरकुण्डले)
સાંખ્ય
છે તે ત્યાગ પ્રધાન
વૈરાગ્ય છે
યોગ છે
તે વૈરાગ્ય પ્રધાન
એકાગ્રતા છે
ભગવદ મુખારવિંદ
નવરસાત્મક છે
– ભક્તિરસાત્મક
છે (मुखं ह्यानन्द्रूपस्य
भगवतो भक्तिरसात्मकं
फलं भवति; विषयः
चरणौ; आश्रयो जीवः|
नवरसा अपि मुखे
अभिव्यक्ताः(श्री
सुबोधिनी)). હવે
જો ત્યાગ પ્રધાન
વૈરાગ્ય (સાંખ્ય)
અને વૈરાગ્ય પ્રધાન
એકાગ્રતા (યોગ)
જો ભક્તિ નાં અંગ
ન થઇ શકે તો તેઓને
પ્રભુ કુંડળ તરીકે
નથી ધારણ કરતા.
જેવી રીતે કંસ
ને શ્રીકૃષ્ણ માં
ભય-મુલક યોગ સિદ્ધ
થયો હતો, પણ તે ભક્તિ
નાં અંગ રૂપ ન હતો,
તેથી તેવા યોગ
ને પ્રભુ પોતાના
કુંડળ તરીકે નથી
ધારણ કરતા. યોગ
અને સાંખ્ય , ભક્તિ
નાં અંગ થવા જોયીયે.
તેમ જો ન થાય તો
તે માત્ર પ્રસ્વેદ
માત્ર જ છે.
તેવીજ રીતે, શ્રીમદ
ભાગવત ૩ સ્કંધ
નાં ૨૮ અધ્યાય
સુબોધિની માં પ્રભુ
નાં મુખારવિંદ
નું વર્ણન થયું
છે. શ્રી મહાપ્રભુજી
એ ઘણી જગ્યાએ સમજાવી
છે (તત્વાર્થ દીપ
નિબંધ વિ. ) છે કે
પંચ પર્વા વિદ્યા
માં સાંખ્ય અને
યોગ એમાંની વિદ્યા
છે. જ્યારે ભગવાને
વેણુનાદ કર્યો
ભગવાને, ત્યારે
વેણુનાદ દ્વારા
ભગવાને પંચપર્વાત્મિકતા
વિદ્યા નું દાન
કર્યું એમ શ્રીસુબોધિની
માં આજ્ઞા કરી
છે. મૂળ આમાં સમજવાની
વાત એ છે કે આ પંચપર્વાત્મિકા
વિદ્યાઓ છે તે
ને કોઈ corresponding પંચપર્વા
અવિદ્યાઓ પણ છે.
૧. દેહાધ્યાસ
૨. ઇન્દ્રીયાધ્યાસ
૩. પ્રાણાધ્યાસ
૪. અંતઃકરણ અધ્યાસ
૫. સ્વરૂપ વિસ્મૃતિ
આ પંચપર્વા અવિદ્યા
છે. હવે આમનો રોલ
જોઈએ તો આમાંના
કોઈ પણ અધ્યાસ
ભક્તિ માં વિઘ્ન
કરી શકે કે નહિ?
ભક્તિ માં સમર્પણ
નાં Programme નાં
હેઠળ આ બધા અધ્યાસો
નાં વિષયો ને ભગવાન
ને સમર્પિત કરવામાં
આવે છે. આપણે સૌ
(૯૯%) વૈષ્ણવો એમ
સમજે છે કે આપણે
ભક્તિમાર્ગીયો
છીએ અને તેથી આપણને
અધ્યાસો નડતા નથી.
જો આ વાત સાચી હોત
તો શ્રી મહાપ્રભુજી
ને એમ કહેવાની
જરૂર ન પડત કે “लोकार्थि
चेत भजेत् कृष्णं
क्लिष्टो भवति
सर्वथा”, તેવીજ
રીતે શિક્ષા ષ્લોકી
માં પણ આજ્ઞા ન
કરત કે “यदा बहिर्मुखा
यूयं...”!!! તો ભક્તિ
આટલી safe હોત તો
ભક્તિ માં આવા
બધા ઉપદેશો આપવાનો
શો અભિપ્રાય? આ
બધા ઉપદેશો જે
ભક્તિ નાં parallel આપવા માંગે છે
તે clear indication છે કે
ભક્તિ માં પણ કોઈ
કૌભાંડ થઇ શકે
છે (અધ્યાસો નડી
શકે છે). ભક્તિ આ
સર્વ અધ્યાસો ની
care લેશે પરંતુ
ક્યારે કે જ્યારે
આપણે ભક્તિ ને
care લેવા દયીયે.
ભક્તિ care લેવા
જતી હોય અને ત્યારે
આપણે અધ્યાસોની
care લયીયે ત્યારે
ભક્તિ કાંઈ નહિ
કરી શકે. એટલે આ
જે પંચપર્વા વિદ્યાઓ
છે તે practically શું
કરે છે તે સમજવું
જોયીયે.
સાંખ્ય જે છે તે
આપણને સંસાર પ્રત્યે
detachment આપે છે. જે
detachment ની વાત શ્રી
મહાપ્રભુજી શ્રી
સુબોધિનીજી માં
કરે છે. તેઓ સમજાવે
છે કે ભગવાન જ સર્વ
જગત રૂપ થયા છે
પણ ભગવાન નાં સર્વ
રૂપો માં આસક્ત
ના થવું જોઈએ પણ
ભગવાન માંજ આસક્ત
થવું જોઈએ. બ્રહ્મ
જ્ઞાન નો ખોટો
ઉપયોગ નહિ કરવો
જોઈએ કે જેના દ્વારા
આપણે બ્રહ્મ ને
જ punishment આપીએ અને
જગત માં આસક્ત
થઇ જઈએ.
દેહ પણ જે છે તે
ભગવદ્ સેવાર્થ
છે. પણ જો દેહ, ભગવદ્
સેવા ને use કરતો
થાય તો ભક્તિ decline થશે. એવીજ રીતે
ઇન્દ્રિયાધ્યાસ
જે છે તેના માટે
પણ શ્રી મહાપ્રભુજી
એ સેવા ફળ ગ્રંથ
માં આજ્ઞા કરે
છે “यस्य वा भगवद्
कार्यं...”. હવે કોઈક
ઇન્દ્રિય જે છે
તે ભગવદ્ અભિમુખ
/ અનુકુળ ન થઇ શકે
અને પછી તે ઇન્દ્રિય
ને આપણે ઉપેક્ષા
કરીએ ત્યારે આપણે
ભક્તિ થી off-the-track જતા રહીશું.
તે ઠેકાણે સાંખ્ય
આ ઉપદેશ આપી રહ્યો
છે કે આપણો આત્મા
સિવાય આ સર્વ વસ્તુઓ
આપણી acquired છે. આપણી
real personality નથી. આ સર્વ
વર્તુઓ આપણી superficial personality છે. હવે આ
સર્વ સાંખ્ય નું
જ્ઞાન હોય પણ યોગ
દ્વારા તેને અમલ
માં ન મુકીએ તો
તેને કન્ટ્રોલ
નહિ કરી શકાય અને
ભક્તિ થી off-track થઈશું. તેથી શ્રીમહાપ્રભુજી
આજ્ઞા કરે છે કે
ભક્તિ ને અંગી
બનાવો અને સાંખ્ય
અને યોગ ને તેનાજ
અંગ બનાવો, તો ભક્તિ
બચી રહેશે.
સાંખ્ય
જ્ઞાન પ્રધાન છે
યોગ
કર્મ પ્રધાન છે
આ બંને સાંખ્ય
યોગ , તે ભક્તિ રૂપ
ઠાકુરજી ના મુખારવિંદ
ના બે કપોલો છે
એને સજાવવા માટેના
કુંડળો છે. સાંખ્ય
અને યોગ બન્નેનો
initiative સાંભળ્યા
વિના કેવી રીતે
લઇ શકાય? શ્રવણ
ન કરીએ તો સાંખ્ય
અને યોગ નું કેવી
રીતે initiation થાય?
તેથી પ્રભુ આ કુંડળો
ને પોતાની શ્રવણ
ઇન્દ્રિય માં ધરે
છે. જેટલી પણ અવિદ્યાઓ
છે તે આપણા un-learned responses છે. તે આપણને
સ્વભાવ થીજ આવી
જાય છે. જ્યારે
જે સાંખ્ય, યોગ,
તપ, વૈરાગ્ય આપણા
learned responses છે. જો ભક્તિ
શરુ થાય unlearned responses થી તો
તે આપણી પુષ્ટિ-ભક્તિ
થઇ. અને જો ભક્તિ
શરુ થાય કોઈક learned-responses થી તો તે મર્યાદા
ભક્તિ થઇ. જ્યારે
કુંડળ ધરે ત્યારે
હલકો પણ આંખોનો
હલન અને હલકો પણ
બોલવાની પ્રક્રિયા
થાય ત્યારે કુંડળો
સ્પંદન કરતા હોય
છે. પ્રભુ આપણી
સાથે બોલે તે ક્રિયા
નો response. પ્રભુ આપણું
સાંભળે તો તે જ્ઞાન
નો response! તેથી સાંખ્ય
અને યોગ રૂપ કુંડળો
માં સ્પંદન થવું
જોઈએ જેથી કે તેઓ
પ્રભુ નાં ભક્યાત્મક
મુખારવિંદ પર અટકી
રહે.
શ્રીમહાપ્રભુ
શ્રીમદ્
વલ્લભાચાર્યજી
ના ચરણકમળો
માં વંદન!
શ્રી ભાગવત નાં
૩ સ્કંધ ના ૨૮ અધ્યાય
માંના શ્લોકો:
References:
1.
શ્રી મહાપ્રભુજી
ની શ્રી સુબોધિનીજી
2.
શ્રીમદ્ ભાગવત
3.
ગોસ્વામી શ્રી
શ્યામ મનોહરજી
(કિશનગઢ-પાર્લા)
I am grateful to Goswami Shree ShyamManoharji
(Kishangarh-Parla) for explaining the above concepts
from Shree Subodhiniji to me!!
-ધવલ
પટેલ