શું ભગવાન નિર્દય છે?

 श्रीकृष्णाय नमः | साकारब्रह्मवादस्थापकेभ्यः श्रीमदाचार्येभ्यो नमः|

यत्र येन यतो यस्य यस्मै यद्यद्यथा यदा

स्यादिदं भगवान साक्षात् प्रधानपुरुषेश्वरः ||१||

सर्गादौ स्वमतं समस्य विधये यं ब्रह्मवादं जगौ

कौन्तेयोद्भवयोः प्राकाश्य च पुनर्वेदान्तसारं हरिः

तानाचार्यवरान्नमामि करुणान् श्रीवल्लभाख्यान् प्रभुन् ||

 

વિષય અને સંશય:

ઈશ્વર અને અનીશ્વરવાદીઓ વચ્ચે એક ખુબજ ઘમ્ભીર ચર્ચા નો વિષય ચાલતો રહ્યો છે કેજગત ની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માં ઈશ્વર ની આવશ્યકતા છે કે નહિ? જો હોય તો કયા હેતુ અર્થે ઈશ્વર જગત ની રચના કરે છે? જો ઈશ્વર સહેતુક જગતની રચના કરતો હોય તો ઈશ્વર નાં આપ્તકામત્વ (Self-sufficient) નો ભંગ થાય અને તેનામાં ઇયત્તા આવવાનાં કારણે તે ઈશ્વર નહિ રહી જાય. જો નિર્હેતુક જગતની રચના કરતો હોય તો તે કોઈ Random Phenomena થશે અને તેમ કરવામાં ઈશ્વરમાં નિર્હેતુક કાર્ય કરવા રૂપી ક્ષતિ પ્રાપ્ત થશે અને તેના કારણે ઈશ્વર ને Chaotic Phenomena અરાજક તત્ત્વ કહેવો પડશે. કારણ કોઈ પણ રહે પણ જો ઈશ્વર જગતનો કર્તા હોય (સહેતુક અથવા નિર્હેતુક) તો એક મોટો બાધ આવે છે તેનાં સર્વશુભ હોવાના ગુણ ઉપર અને તે છે  - તેણે સૃષ્ટિ વિષમ અને સુખ/દુખાત્મક કેમ બનાવી? અર્થાત કોઈક ને સુખી અને કોઈક ને દુખી, કોઈક ને ધનવાન અને કોઈક ને નિર્ધન, કોઈ ને બુદ્ધિવાન અને કોઈ કે બુદ્ધિહીન કેમ બનાવ્યા? જો સૃષ્ટિ માં વિષમતા તેણે જીવો નાં પરીક્ષાર્થ કરેલી હોય તો તેની સર્વજ્ઞતા (Omniscience) નો બાધ થશે. પ્રલયનાં કર્તા હોવાનાં કારણે ઈશ્વર પર નિર્દય હોવાનો પણ દોષ પ્રાપ્ત થશે.  ઈશ્વર સર્વસામર્થ્ય અને સર્વકર્તા હોવાનાં કારણે વ્યક્તિ સ્વાતન્ત્રય્તા કેટલી માની શકાય? શું સમગ્ર જડ/જીવાત્મક જગત ઈશ્વર ની એક કઠપુતળી માત્ર છે? તેમ હોય તો જીવોનાં કર્મો નું શું મહત્વ અને તે કર્મો કેટલા અંશે જીવનાં સુખ/દુઃખ માટે જવાબદાર છે? જો ઈશ્વર સર્વકર્તા અને સર્વનાં પ્રેરણાનાં સ્રોત હોય તો પાપ અને પુણ્ય પણ ઈશ્વર ની કૃતિ ગણાશે અને તેથી સમાજમાં અપરાધ નો દર વધશે અને અરાજકતા વધશે. આવી સ્થિતિ અનીશ્વરવાદ ને ગ્રહણ કરવામાં પણ પ્રાપ્ત થશે કારણ કે નિયમન કરનાર તત્ત્વ, નિશ્રેયસ અને પાપ-પુણ્યનાં ફળનાં  અભાવનાં કારણે સમાજમાં ચાર્વાકી માનસિકતા પ્રબળ બનશે. વિષે  સનાતન વૈદિક શાસ્ત્રોનો અભિપ્રાય શું છે તેની છણાવટ કરવાનો ઉદ્દેશ્ય લેખનો છે.


 

સિદ્ધાંત:

ભૌતિકવાદ:

ભૌતિકવાદમાં આત્મા અને દેહને ભિન્ન નથી માનવામાં આવતા. આત્મા એજ દેહ અને દેહ એજ આત્મા હોય છે. વાદને દેહાત્મવાદ પણ કેહવામાં આવે છે. ઉપનિષદ, સ્મૃતિ, પુરાણ આદિ શાસ્ત્રોમાં આવા વાદને આસુરી વાદ કહેવામાં આવ્યો છે. છાન્દોગ્યોપનીષદમાં ઇન્દ્ર, વિરોચન અને પ્રજાપતિનાં સંવાદમાં દેહાત્મવાદ સમજી શકાય છે જ્યારે વિરોચન આસુરી હોવાના કારણે પ્રજાપતિએ આપેલ જ્ઞાનને અન્યથા સમજવાનાં કારણે તેણે દેહ એજ આત્મા તેમ સમજી સમગ્ર આસુરીસૃષ્ટિને  આવો ઉપદેશ આપ્યો.

ઇન્દ્ર અને વિરોચનએમ બે જણાએ આત્મજ્ઞાન મેળવવા માટે આચાર્ય પ્રજાપતિ પાસે આવ્યા. કઠોર બ્રહ્મચર્ય પાળવ્યા બાદ બન્નેને પ્રજાપતિએ જ્ઞાન આપ્યું અને કહ્યુંय एषोSक्षिणि पुरुषो द्रश्यत एष आत्मेति ( આંખમાં જે પુરુષ દેખાય છે તે આત્મા છે અને તેજ અમર, નીડર અને એજ બ્રહ્મ છે). ત્યારે તે બેય જણા અજ્ઞાની હોવાથી એમ સમજ્યા કે આંખમાં જે પ્રતિબિંબ દેખાય છે, એજ આત્મા છે. તેથી પ્રજાપતિ બન્ને ને પાણી થી ભરેલા કુંડા માં જોવાનું કહ્યું અને ત્યારે પ્રજાપતિએ બન્નેને  પૂછ્યું કે તેઓ શું જોવે છેત્યારે બન્નેએ કહ્યું તે તેઓ પોતાનું પ્રતિબિંબ જોવે છે. ત્યારે પ્રજાપતિ કહ્યું  – તે આત્મા છે, તેજ અમર નીડર અને બ્રહ્મ છે. ઇન્દ્ર દૈવી હોવાનાં કારણે તેમણે વધુ સમજવા આચાર્ય પાસે પાછા આવ્યા પણ વિરોચન આસુરી હોવાનાં કારણે તે એમ સમજ્યો કેદેહ આત્મા છે અને તેને જાણવાથી સર્વ પ્રાપ્ત થશે. આમ દેહાત્મવાદ અથવા ભૌતિકવાદ નિકૃષ્ટકોટીનો વાદ છે. તેથી આસુરી સિદ્ધાંત છે. ચાર્વાક, આધુનિક વિજ્ઞાન વાદમાં માનનારા છે.

 

છાન્દોયોપનીષદ (-૧૫-) નાં ઉપકોસલ અને આચાર્ય સત્યકામ વચ્ચે જે સંવાદ થયો તેમાં આચાર્યએ ઉપકોસલને બ્રહ્મવાદનો ઉપદેશ - य एषोSक्षिणि पुरुषो द्रश्यत एष आत्मेति દ્વારા આપ્યો. તેનો આશય બ્રહ્મવાદ સમજાવવાનો છે  – શૃંગગ્રાહિકાવૃત્તિ (Verification by denotation) દ્વારા तत्वम् असि, अहं ब्रह्मास्मि નો સિદ્ધાંત સમજાવવાનો છે.  સર્વ નામ, રૂપ અને કર્મ તે બ્રહ્મનાં રૂપો છે. તે બ્રહ્મ સર્વકાંઈ થયો છે. તે બહાર અને અંદર બન્ને વિદ્યમાન છે. જીવાત્માની અંદર પરમાત્મા રૂપ થી વિદ્યમાન છેय आत्मनि तिष्ठन् य आत्मानं अन्तरो यमयति यस्य आत्मा शरीरीं... ન્યાય દ્વારા. બ્રહ્મ વ્યાપક છે, સર્વગત છે, सर्वतः पाणिपादान्त છે, આનંદમૂર્તિ છે. બધા ઉપરાંત આંખ જેવા સ્વલ્પ સ્થાનમાં પણ એની સ્થિતિ છે. ઉપદેશ Verbal હોઈ ને Realization નો છે. આમ અહિયાં બ્રહ્મવાદ આપવાનો આશય છે.

સૃષ્ટિ નો કર્તા ઈશ્વર છે તેની સામે આસુરીજીવો અને Modern Science જગત ને કોઈક આકસ્મિક અથવા સ્વાભાવિક ઘટના માને છે.

જો જગતને રચવામાં ઈશ્વરીય ચેતન તત્ત્વ માનવામાં આવે તો નીચે પ્રમાણે દુષણો પ્રાપ્ત થાય છે

. દ્રશ્યમાન જગત એક વ્યવસ્થિત રચના જણાય છે. રચના ની વ્યાખ્યા -  बुद्धिपूर्वकचेतनक्रियाजन्यसंस्थानविशेषः इति रचना (A well Thought, Intelligent and Systematic organized structure designed by a conscious phenomena)જે બુદ્ધિપૂર્વક, ચેતન ક્રિયાજન્ય સંસ્થાન વિશેષ કૃતિ તેણે રચના કેહવાય. જગતમાં એક પ્રકાર ની System જણાય છે. ૧૪લોક ની , જડ અને ચેતન સૃષ્ટિઓનું પૃથકત્વ ઈત્યાદી ઉપરથી અનુમાન થઇ શકે છે કે જગતની રચના માટે ઈશ્વરીય ચેતના ની આવશ્યકતા છે.

. સૃષ્ટિ ને માત્ર જડનું પરિણામમાત્ર માનવામાં પણ દુષણ છે. દૂધ જેમ આપમેળે દહીંમાં પરિણમિત થાય છે તેમ જો જગત - જડનું કોઈક પરિણામ હોય તો જેમ સમગ્ર દૂધ દહીંમાં પરિણમિત  થાય છે તેમ ચૌદ-લોક, જડ-ચેતનનો ભેદ ઈત્યાદિ જે વ્યવસ્થાઓ જણાય છે તે શક્ય નથી. સર્વનો સંશ્લેષ(ભેળસેળ) થવાનો પણ પ્રસંગ પ્રાપ્ત થાય છે. લોકમાં જ્યાં જ્યાં પરિણતત્વ છે ત્યાં ત્યાં સંશ્લેષ પણ જણાય છે. તેથી જ્યાં સંશ્લેષ હોય છે ત્યાં રચિતત્વ હોતું નથી. ઉત્પત્તિ અને લયનો જે વ્યવસ્થિત ચક્ર ચાલતો દેખાય છે તે રચનામાંજ શક્ય છે.

. જો જડ તત્ત્વ ને Systematic Phenomena માનવામાં આવે (तुष्यतु दुर्जन न्यायेन), તો પણ તે પ્રશ્ન તો ઉપસ્થિત થશેજ કે વ્યવસ્થા ને બનાવનાર કોઈક ચેતન તત્ત્વ તો હોવો જોઈએ.

. જો કહો કે પિતાનાં જડ શુક્રાણુઓ અને માતાનાં જડ અંડ દ્વારા ચેતન પુત્ર/પુત્રી ઉત્પન્ન થઇ શકે છે તો જડ માંથી ચેતન સૃષ્ટિ કેમ નહિ? પૂર્વપક્ષ નું નિરાકરણ છે કેચેતન પિતા અને ચેતન માતાની વિશેષ પ્રવૃત્તિ દ્વારા શક્ય છે અને તેથી ચેતન તત્ત્વની જરૂર તો રહેજ છે. વેદ માં ચતુર્વિધ સૃષ્ટિ નું વર્ણન કરવામાં આવ્યું છેજરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્દ્ભીજ્. તેમ ચેતન સૃષ્ટિ માત્ર જડમાત્રનું કાર્ય હોય તેની તો અસંભવનાજ રહે છે. (ब्रह्मसूत्र – रचनानुपत्ते: इति अधिकरणम्)


 

અધ્યાત્મવાદ:

અધ્યાત્મવાદમાં શરીર અને આત્માને ભિન્ન માનવામાં આવે છે પણ દેવ/ઈશ્વર તત્ત્વને માનવામાં નથી આવતું. જીવનો ઉદ્ધાર પોતાના આત્મા દ્વારા કરવામાં આવે છે. અહંતા/મમતાનાં નાશ દ્વારા નિત્ય અને અનિત્ય વસ્તુઓનો વિવેક સિદ્ધ કરવો અને સ્વરૂપસ્થ થવું તેજ મુખ્ય ઉદ્દેશ્ય રહે છે. સ્વરુપસ્થની સ્થિતિ ને નિર્વાણ/મુક્તિ કેહવામાં આવે છે (अत्ता हि अत्तनो गति अत्ता हि अत्तनो नाथ) . તેથી આત્મા આત્મા ની ગતિ છે, આત્મા આત્મા નો નાથ છે, આત્મા આત્માનો ઉદ્ધાર કરશે અને તેથી ઈશ્વરની આવશ્યકતા માનવામાં આવતી નથી. સાંખ્ય-યોગ માર્ગ, બૌદ્ધ/જૈન વાદમાં આમ માનવામાં આવે છે.

 

બહુદેવતાવાદ/દેવવાદ:

સૃષ્ટિ રચના કોઈક ઈશ્વરીય તત્ત્વ દ્વારા થઇ છે અને શરીર-આત્મા ભિન્ન છે તેમ દેવવાદ માને છે. દેવતાવાદ - ઈશ્વરીય તત્ત્વ કોઈક એક તત્ત્વને નહિ પરંતુ બહુદેવતાઓ દ્વારા થઇ હોવાનું માને છે. દેવતાવાદમાં અભિન્ન-નિમીત્તોપાદાનવાદ ને ગ્રહણ નથી કરવામાં આવતો. બહુ-દેવતાઓ સૃષ્ટી ની ઉત્પત્તિ, પાલન અને લય કરે છે. પરંતુ તેઓ જગતનું ઉપાદાન-કારણ  નથી બનતા. તેથી વાદમાં ઘણા દુષણો, સંશયો અને દોષો પ્રાપ્ત થાય છે. સર્વ દેવતાઓ સર્વ-શક્તિમાન હોવાના કારણે સૃષ્ટિમાં અરાજકતા પ્રાપ્ત થવાનો પ્રથમ દુષણ! પોતે ઉપાદાન-કારણ બનવાનાં કારણે સૃષ્ટિનાં ઉત્પત્તિ પૂર્વે અને લય બાદ અભાવ (પ્રાગભાવ અને પ્રધ્વન્સાભાવ) રૂપી દુષણ પ્રાપ્ત થાય છે અને તેથી આત્યંતિક-દ્વૈત પ્રાપ્ત થાય છે. ભગવદ-ગીતામાંनाSसतो विद्यते भावो नाSभावो विद्यते सतः અને कथं असतः सद् जायेत નો પણ બાધ થાય છે. – કેમકે અભાવમાંથી વસ્તુની ઉત્પત્તિ કેવી રીતે શક્ય છે!!. વેદનાં “एकमेवाद्वितियं ब्रह्म”, एकोऽहं बहुस्यां प्रजायेय”, “एकविज्ञानेन सर्वविज्ञातं भवति’, “सर्वं खल्विदं ब्रह्म”, “ऐतदाम्यमिदं सर्वं”, एकं सद् विप्रा बहुधा वदन्ति”, “वाचारम्भणं विकारो मृतिका इत्येव सत्यम्” વગેરે શ્રુતિઓ નો બાધ આવે છે. વેદનાં સંહિતા ભાગમાં વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સોમ, વાયુ, મિત્ર, માતરિશ્વા આદિ અનેક દેવતાઓને સર્વ-શક્તિમાન કહ્યા છે. તેથી સામાન્ય વાચક વર્ગને (Max-Muller આદિ) તેમ ભ્રાંતિ થઇ શકે કે વેદમાં બહુદેવતાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રકાર નો શુદ્ધ બહુદેવતાવાદ મૂળમાં વૈદિક સિદ્ધાંત નથી.

  

બ્રહ્મવાદ:

વૈદિક શાસ્ત્રમાં બ્રહ્મવાદ અને તાદાત્મ્યવાદ નું પ્રતિપાદન છે. તાદાત્મ્ય નો અર્થ -  “સૃષ્ટિ માં પ્રકટ જડ-જીવ-ઈશ્વર નાં વચ્ચે તો આત્યંતિક ભેદ છે અને તો આત્યંતિક અભેદ પણ. પાર્થક્ય માં આત્યંતિક ભિન્નતા હોવી અને એકતા માં અનેકતા વિરહિત હોવું તેને તાદાત્મ્ય કહે છેसर्वं खल्विदं ब्रह्म,  ऐतदात्म्यम् इदं सर्वम्” (છાંદોગ્ય ઉપ. ..), “अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम्, भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च” ભગવદ્ગીતા (१३-१६) (તે ભૂતોમાં અવિભક્ત હોવા છતાં વિભક્ત હોય તેમ રહેલું છે).  જેવી રીતે યજ્ઞમાં દેવતા, યજમાન અને હવિ હોય છે, તેમ સમસ્ત સૃષ્ટિ યજ્ઞ છે. બ્રહ્મે યજ્ઞ-રૂપ સૃષ્ટિ કરી છે જેમાં તે પોતેજ દેવતા, હવિ અને યજમાન બન્યો છે.

તાદાત્મ્યવાદ = તત્વતઃ અદ્વૈત + ઐચ્છિક દ્વૈત (કેવલાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશેષાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત થી ભિન્ન).

બ્રહ્મની એકતા એવી નથી કે જેનાથી અનેકતા નો સર્વથા અભાવ આવે. અને અનેકતા એવી નથી કે જે એકતા ને બાધ કરે- Brahman is not limited by its Unity (Aurobindo). જેમ એકજ સોનાનાં અનેક રૂપોમાળા, કુંડળ વગેરે હોય છે તેમ બ્રહ્મ જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ હોવા છતાં અનેક નામ, રૂપ અને કર્મો દ્વારા અનેક રૂપો ધારણ કરે છે.

જેમ લોકમાં પ્રયોજનવિહીન કોઈ પણ કાર્ય સંભવતું નથી તેમ બ્રહ્મ પણ સૃષ્ટી, કોઈ પ્રયોજન વશાત, ઉત્પન્ન કરતો હશે. જો પ્રયોજન માનીશું તો બ્રહ્મનાં આપ્તકામત્વ અને પૂર્ણત્વ હોવાનાં ગુણોનો બાધ આવશે. ઉપરાંત જેમ લોકમાં ઇન્દ્રિયવાન કાર્ય કરી શકે છે તેમ બ્રહ્મને પણ ઇન્દ્રિયો હશે અને જો બ્રહ્મને ઇન્દ્રિયો હોય તો તેમાં ખંડ અને અવયવો છે તેમ માનવું પડશે અને તેમ માનવાથી તેનાં निष्कलत्व અને निरवयवत्व પર પણ બાધ આવશે. સર્વનું નિરાકરણ વેદ નીચે પ્રમાણે આપે છે -

નિરઅવયવત્વ અને કર્તૃત્વ: વિરુદ્ધધર્માશ્રયત્વ

બ્રહ્મ જગત રૂપી કાર્ય પ્રકટ કરે છે અને તેમ છતાં નિત્ય પણ રહે છે. એક અંશ દ્વારા સૃષ્ટી પ્રકટ કરે છે છતાં નિર-અવયવ પણ રહે છે. કેમકે બ્રહ્મની અચિંત્ય શક્તિઓ છે અને તેથી તે વિરુદ્ધધર્માશ્રયી છે. શ્રીભાગવત મહાપુરાણ  કહે છે

अर्वाचीन-विकल्प-वितर्क-विचार-कुतर्क-प्रमाणाभास-शास्त्र-कलिलान्तःकरण-दुरवग्रहवादिनां वादानवसरे सर्वभवनसमर्थे ब्रह्मणि विरोधाभावाच्च (ભા. પુ. ||૩૬)

 જગત એક લીલા  

વિશ્વરૂપ કાર્ય ભગવાન શ્રીકૃષ્ણનું સૃજ્ય છે (રસાત્મક કૃતિ / લીલા) છે (यद्वैतत् सुकृतं रसो वै सः). ભગવાનની જ્ઞાન, ક્રિયા અને સ્નેહ શક્તિ દ્વારા થયેલી એક સુકૃતિ છે. આમ કરતાં ભગવાનમાં કોઈ વિકાર આવતો નથી જેમ કામધેનું, કલ્પવૃક્ષ અને ચિંતામણી અથવા યોગી. જગત રૂપી કાર્ય કરવાનું પ્રયોજન પણ માત્ર તેના આનંદનાં ઉચ્છલ્લનનાં કારણે (હર્ષ) દ્વારા અનાયાસ થતી ચેષ્ટાનાં કારણે છે જેને મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યજીલીલા (अनायासेन हर्षात् क्रियमाणा चेष्टा लीला) કહે છે. રસાત્મક દ્રષ્ટિ આપણા શાસ્ત્રો આપે છે. રસ ની એક માંગ છેએકતા માં વિવિધતા. ભગવાન જગત અને જીવ સૃષ્ટીની રચના આત્મ રૂપ સૃષ્ટિનાં પ્રકારથી  કરે છે. આત્મરૂપ સૃષ્ટિમાં ઉપાદાન અને નિમિત્ત અભિન્ન (બ્રહ્મ) રહે છે અને  ચિદ અને આનંદનાં આવિર્ભાવ અને તિરોભાવ દ્વારા સૃષ્ટિમાં વિચિત્રતા નું સંપાદન કરે છે. આમ ભગવાનમાં વૈષમ્ય અને નૈર્ઘ્રુણ્ય રૂપ દોષ નથી.

 

આત્મસૃષ્ટી માં વિષમતા દોષ રૂપ નથી

જગતમાં કોઈ સુખી અને કોઈ દુ:ખી છે. જગત નો પ્રલય પણ થાય છે. આમ બ્રહ્મ પર વિષમતા કરવાનો દોષ પ્રાપ્ત થાય છે અને પ્રલય કર્તા હોવાના કારણે તે નિર્દય છે તેવો સંશય પ્રાપ્ત થઇ શકે છે. તેનું સમાધાન છેવિષમતા અને નિર્દયતા રૂપી દોષો તેને પ્રાપ્ત થાય છે જ્યાં પોતે અને અન્ય એવો તાત્વિક ભેદ હોય. પણ બ્રહ્મ પોતેજ જગત રૂપે પરિણમે છે અને તેથી આત્મ-સૃષ્ટિ છે અને આત્મસૃષ્ટીમાં તત્વતઃ અન્ય હોતુંજ નથી અને તેથી વિષમતા અને નિર્ઘ્રુણતા તે દોષરૂપ રહેતા નથી અને તે લીલાનાં અંગ-તયા ગ્રહણ કરવામાં આવે છે. ઉપરાંત જીવોનાં કર્મો દ્વારા સુખ/દુઃખની પ્રાપ્તિ થાય છે.

વ્યક્તિ ની માર્યાદિત સ્વાતંત્ર્યતા

બ્રહ્મમાં પૂર્ણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છે અને જીવ પણ બ્રહ્મનોજ અંશ છે અને  તેથી જીવમાં પણ આંશિક ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી ગુણો વિદ્યમાન રહે છે. આંશિક ષડ-ગુણોનાં કારણે જીવમાં આંશિક કર્મ સ્વાતંત્ર્યતા હોય છે અને તેથી યદ્યપિ બ્રહ્મ સર્વકર્તા હોવા છતાં જીવનાં કર્મોનાં ફળ જીવ નેજ ભોગવવા પડે છે. શ્રીમહાપ્રભુજી આને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છેवृष्टिवद् भगवान्, बीजवत् कर्म (બ્રહ્મ. સુત્ર. ||૩૪). જેમ વૃષ્ટિ સર્વત્ર હોય છે પણ છતાં અંકુરની ઉત્પત્તિ તો જ્યાં બીજ હોય ત્યાંજ થાય છે તેમ ભગવાન સર્વકર્તા  છે પણ જ્યાં જીવોનાં કર્મો હોય ત્યાં વિષમતા રહે છે. જો એમ હોય તો સંશય થાય શકે કેભગવાન, જો ફળ દાન જીવનાં કર્મોનાં પ્રમાણે કરતો હોય તો, તેનાં ઈશ્વરત્વની હાનિ થશે તો તેનાં સમાધાન માં શ્રુતિ કહે છેएषह्येवसाधु कर्म कारयति तं यमेभ्यो लोकेभ्यो उन्निनीषति, एष उ एवासाधु कर्म कारयति तें यमधो निनीषति” – कौषी. उप. ३|८) – અર્થાત બ્રહ્મજ પરમાત્મા રૂપ દ્વારા જીવને સાધુ-કર્મ અને અસાધુ-કર્મો કરવામાં પ્રેરિત કરે છે. જો સર્વ સાધુ/અસાધુ કર્મોમાં માત્ર ભગવદ-પ્રેરણા દ્વારાજ થતું હોય તો જીવનો કર્મ ફળભોગ પણ ઉપપન્ન નહિ રહે અને તેથી જગતમાં કોઈ પણ પોતાના કર્મોની જવાબદારી લેશે નહિ. તેમ જો સંશય કરવામાં આવે તો તેનું સમાધાન છેબ્રહ્મ પોતાની આંશિક સ્વાતંત્ર્યતા જીવને પણ પ્રદાન કરે છે અને તે સર્વ જીવોમાં અવસ્થિત રહીને પ્રેરણા પણ કરે છે અને તેમ કરવાથી જીવ તેની માર્યાદિત ઈચ્છા-શક્તિ દ્વારા સારા/નરસા કર્મોમાં પ્રવૃત્તિ કરવા રૂપી નિર્ણય લેવાની આંશિક સ્વાતંત્ર્યતા તો હોય જ છે. જો જીવ પરમાત્મા ને શુદ્ધ કરે તો પ્રેરણા પણ સારા કર્મો કરવાની મળે છે તેથી God helps those who help themselves સાચી ઠરે છે. જેમ વ્યક્તિ ની સમાજમાં મર્યાદિત સ્વાતાન્ત્રય્તા હોય છેન્યાયતંત્ર દ્વારા, સંવિધાન દ્વારા, દૈશિક, કાલિક, વર્ણ, સમાજ ઈત્યાદી દ્વારા પણ માર્યાદિત રહે છે તેમ  પરમાત્મા પ્રેરણા રૂપ બને તેમાં વ્યક્તિ સ્વાતંત્ર્યતામાં કોઈ હાનિ આવતી નથી. તેથી ભગવાનનાં સર્વકર્તૃત્વ ઉપર બાધ આવતો નથી સાથોસાથ તેમાં નિર્દયતા રૂપી દોષ પણ પ્રાપ્ત થતો નથી.

કર્મની અનાદિતા

હવે જો ભગવાન જીવોનાં કર્માનુસાર ફળ દાન કરે તો જગતનાં ઉત્પત્તિ પૂર્વે કર્મોનો અભાવ હોવાનાં કારણે જે કર્મો નથી કર્યા તેના ફળ-ભોગ ની પ્રાપ્તિ આવે અને પ્રલય બાદ જે કર્મો થયા છે તેના ફળ-ભોગનો અભાવ પ્રાપ્ત થશે. તેવી સ્થિતિમાં કૃતહાનિ અને અકૃત-અભ્યાગમ રૂપી દોષો પ્રાપ્ત થાય છે. ઉપરાંત શરીર- સાધ્ય કર્મ અને કર્મ-સાધ્ય શરીર તેવો અન્યોન્યાશ્રય દોષ પણ પ્રાપ્ત થશે. તેના સમાધાનમાંબ્રહ્મ કર્મ, કાલ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ ની સમષ્ટિ છે (Brahman is the holistic unity consisting of Time, Matter, static energy, kinetic energy and consciousness). તેથી જેમ બ્રહ્મ નિત્ય છે તેમ સર્વ પણ નિત્ય છે અને તેથી કર્મ પણ નિત્ય છે. સૃષ્ટિનાં ઉત્પત્તિ સમયે નિત્ય/અનાદિ કર્મજ બ્રહ્મનાં રમણ ઈચ્છાના અંગ-તયા આવિર્ભૂત થાય છે અને પ્રલયમાં તિરોભૂત થાય છે. તેથી અન્યોયાશ્રય રૂપી દોષ પ્રાપ્ત થતો નથી.

 

-ધવલ ભુપેન્દ્રભાઈ પટેલ (આણંદ, IndiaCalifornia,USA) – dhawalpatel1981@Yahoo.com